________________
૯૬ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
ચણ હોય ત્યાં સુધી ધર્મ તરફ મન જાય નહીં. કોઈ જાતની અડચણ ન હોય તેવી તમારી સ્થિતિ છે ને? કઈને કુટુંબની, કોઈને શરીરની હોય છે. ઘવાયા વગરની સ્થિતિવાળા સંસારમાં કેટલા?
પ્રશ્ન- સાધર્મિવાત્સલ્યની ઉંચામાં ઉંચી હદ કઈ?
જવાબ–તપાસી લેવો જોઈએ. દુનિયાને ફાની ગણે, દેવાદિકને તત્ત્વ ગણે.
સમકિતી સ્વપુત્રી મિથ્યાત્વીને ન આપે. મહાવીર પ્રભુના વખતમાં સુભદ્રા સતીના પિતા પાસે કોઈ બૌદ્ધના છોકરાએ સુભદ્રાની માગણી કરી. સુભદ્રાના પિતાએ શું કહ્યું? છેકરીને બૌદ્ધને ઘેર કદી નહીં આપે. છોકરી આપવી તે સંસારનું-પાપનું જ કામ છતાં બૌદ્ધને છેક આચાર્ય પાસે આવી ધીમે ધીમે ધરમનું તત્ત્વ શીખે ને કિયા પણ શીખે તે પછી માગું કરાવ્યું. ત્યારે સુભદ્રાના બાપે ચોકખું જણાવ્યું કે તું ધર્મમાં જોડાયે પણ તારા માબાપ બધા બૌદ્ધધમ છે. તેથી લગ્ન થયા પછી તારે અહીં અમારે ત્યાં રહેવું અગર જુદા રહેવું પડશે. આ બન્ને તારે કબૂલ હોય તે આપું. નાએ કહી, હાએ કહી. આ શરતે કહીને કબૂલ કરાવી વિવાહ કર્યો. દ્રવ્યથી-દેખાવ પૂરતી આવડ જાવડ હતી. તે ધર્મોપદેશ સાંભળતા એના મનમાં એમ આવ્યું કે-ધમે તે આ જ સાચે છે હું તે કન્યા માટે આ ધર્મમાં આવ્યો છું, પણ સાચું હતું જેથી આચાર્ય પાસે આવીને કબૂલાત કરી. અત્યાર સુધી કરેલ ધર્મ સાચો ધારી કરતા ન હતા, ફક્ત સુભદ્રાની પ્રાપ્તિ ખાતર કરતે હતે. શ્રાવક ન હોવાથી તમારી પાસે આવતો ન હતો. હવે અંતઃકરણથી શ્રાવકધર્મમાં પ્રવર્તે છું. સાચામાં સાચો ધર્મ, આત્માનું કલ્યાણ કરનારે ધર્મ આ જ છે માટે ભાવથી મને ધર્મની પ્રતિજ્ઞા કરાવે.
સમ્યગૃષ્ટિ મિથ્યાત્વને છોકરી ન આપે ને સમ્યફને આપે. કેવળ અસંજમની ખાણ છોકરી સમકિતી કરતાં મિથ્યાત્વીમાં આપી હતે તે ડૂબતે. એક છોકરી દેવી તે પણ મિથ્યાત્વીમાં ન દેવી. મંદિર માર્ગીઓ મંદિરમાગને જ આપે. કન્યા ડૂબશે પણ સમકિતીઓ તે.