________________
પ્રવચન ૧૦૪ મું
[ ૧૦૫
જેનારા છે તે બેલ? જન્મને આંધળે રૂપ સિવાય બધું જાણે છે. તેવી રીતે તમે જીવ સિવાય બધું જાણે છે. આવો જીવ છે, આ હેય ને આ જીવ કહેવાય એ કયાંથી બોલ્યા? રૂપવાળાના રૂપને દેખનારાએ રૂપ દેખ્યું હતું, તે રૂપ દેખનારે કહેલા શબ્દો આંધળાના કાને આવ્યા, તે રૂપની વાત કરે, તેવી રીતે કેવળજ્ઞાનથી દેખનારા સર્વજ્ઞોએ જીવ જા અને પ્રરૂપે. તેથી તેમના દ્વારા તમે અમે બધા જીવ કહેવા તૈયાર થયા. જીવનું સ્વરૂપ સ્થિતિ સમજીને જીવ કહેવા તૈયાર થએલા જ નથી. જન્માંધ રૂપ દેખીને કાળો, ધોળે કે લાલ તૈયાર થએલે નથી. આપણે જીવ કહેવા તૈયાર થયા છીએ તે આપણે જન્મના આંધળા શું કહી શકીએ? અરૂપી એવા જીવ પદાર્થને શું જાણવાના કે દેખવાના? આંધળો દેખેલાના શબ્દોને જ પકડે છે, તેવી રીતે આપણે સર્વ કહેલા શબ્દ જ પકડીએ છીએ. હું જીવું છું એમ માનવું છે, સર્વજ્ઞને કેણ માને છે?
સર્વજ્ઞોએ એ પદાર્થ દેખે તેથી તેને જીવ કે આત્મા તરીકે જાહેર કર્યો, તે તમે જીવ કે આત્માના શબ્દથી તેને ઓળખાવે છે. આંધળાની તાકાત નથી કે રૂપને દેખે. આપણું તાકાત નથી કે કેવળ જ્ઞાનથી જાણી શકાય, તેવા આત્માને આપણે દેખી શકીએ. આ જીવ કે આત્મા શાથી બેલીએ છીએ? આંધળો દેખનારાને આધારે કહેલા શબ્દો જ કહે છે. એવી રીતે આપણે જીવને દેખનારા ને જાણનારા એવા સર્વજ્ઞના વચનને આધારે બોલીએ છીએ. દુનિયામાં દેખનારાને ગણે છે કેણ? જીવની વાત કરવી છે અને સર્વજ્ઞને ઓળખે છે કોણ? એવું બોલનાર વાચાળ ને લબાડ ગણાય. તેવી રીતે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મેક્ષ આ નવ પદાર્થો માંથી એક અજીવ પદાર્થ આપણું દેખવામાં આવે છે. અજીવ સિવાયના પદાર્થોમાંથી એકને પણ દેખી શકતા નથી. આઠમાંથી કયા પદાર્થને દેખો છો? આઠે તત્વ માટે આપણે આંધળા જેવી સ્થિતિમાં છીએ. આંધળો બધા રૂપ ન દેખે, તેમ આપણે આઠ તો દેખી શકતા નથી. જીવાદિક આઠ તો કેવા સમજવા માનવા કે મનાવવા એ બધાને આધાર શા ઉપર? એને જાણનારા સર્વજ્ઞના વચન ઉપર. તે સિવાય