________________
૧૨૨ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન શ્રેણી
કરી સીધા નાણાં કર્યાં પહેાંચાડે. આ ભવમાંથી ખીજા ભવમાં સુંદર અને માહક વિષયા પ્રાપ્ત કરાવનાર કોઇ એક હાય તા માત્ર ધર્મ. જેણે આ ભવમાં એક થાળી ખીર જમે કરાવી, તેણે નવાણું પેટીએ લીધી. નયસારે રોટલીમાં દેવપુરીનાં સુખા લીધાં. જે આ એકમાં જન્મે કરાવે તે બીજા ભવમાં પામી શકે. આથી આત્ત-રૌદ્રનું કારણ સમજી, નરક નિગેાદનું કારણ સમજી, આત્માના ગુણાને નાશ કરનાર સમજી આવતે ભવે જોઇતા હોય તા ધમ રૂપ એ કમાં જમે કરાવેા. છેડવાવાળા સિવાય જે આમાં રાચેલા હેાય, તેવા પણ ધર્મની એ‘ક સિવાય બર આવી શકે તેમ નથી. આ ઉપરથી સ્પષ્ટ માલમ પડશે કે-જગતના પદાર્થો કરતાં આત્માના ગુણોને પ્રગટ કરનાર માક્ષ સુધી નિર્વિઘ્ને પહેાંચાડનાર ધર્મ જ છે. તેવું ન સમજે તેવાને પશુ પરભવમાં જવાબ દેનાર ધર્મ છે. જગતનાં પદાર્થીની કિંમત જેવી ગણાતી હોય તેના કરતાં કરાડા ગણી ઉત્તમ કિંમત ધર્મની ગણ્યા સિવાય રહે જ નહિં, જે વિષયની તરફ વાંછા રાખનારા તે પશુ સામાન્ય ધર્મ કરે છે. ધનાસા વાડે એક વખત ધી આપ્યું તેના બદલામાં ઉત્તરકુરૂનાં સુખ ભાગળ્યાં. વિષયની વાંછાવાળાએ વિષયની વાંછા બંધ કરી ધમ તરફ દોરવાની જરૂર છે. અહીં બન્ને વિચાર કરી શકે છે. અહીં આત્માના સુખની મૂળ ચાવી ને વિષયના સુખની ચાવી એ બન્નેની ચાવી ધર્મ જ છે. લૌકિકષ્ટિએ દેવલાક, ધન, ખાયડી, છેાકરા તથા દુર્ગતિથી રેશકનાર એ બધું આપનાર કાણુ ? ફક્ત ધર્મ એ જ ચિંતામણી રત્ન સમાન છે. અહીં તમે ઋદ્ધિ, સમૃદ્ધિ બધું જેનાથી પામી શકેા તેની કિંમત કેટલી ? એક એક ચીજની કિંમત કરીએ તે તે કરતાં પણ વધારે. બધાની કિંમત ભેળી કરીએ તે કરતાં પણ વધારે. ધર્મ એક ભવમાં સુખ દઇ બંધ થાય છે, તેમ નહિં. એક જ વખત સદ્ગતિ આપે ઇચ્છિત પૂરે, પછી કઈ નાહ–એમ નથી. ચિતામણી પાસેથી જ્યારે જ્યારે જોઇએ ત્યારે ત્યારે મળે છે એમ શું નથી ? ધર્મ જ્યાં સુધી સંસારમાં રહે ત્યાં સુધી દરેક ચીજો દરેક ભવે પૂરી પાડવા બધાએલા છે, તા તે ધમની કિ'મત કેટલી ?
ચિત્રાવેલી જેવા અખંડ સુખ આપનાર ધમ
ઘીની કિ`મત કરે કે એક રૂપીયાનું રા શેર ૩ શેર ઘી, જે