________________
પ્રવચન ૧૦૬ મું
[ ૧૨૫
ત્યારે અર્થ એક જ થયેા કે-ઈષ્ટ લાગેલી વસ્તુ કઇ? ધન-ધાન્યવાળા થવું, ચિર'જીવી, ટેકરાને ઘેર છેકરા થવા, એ ઈષ્ટગણાએલી હાવાથી એના માટે વપરાએલા જૂઠા શબ્દો પણ આત્માને શાંતિ કરે છે અને મરવું, દરિદ્ર થવું એ અનિષ્ટ લાગ્યું તેથી તેના જૂઠા શબ્દો પણ અનિષ્ટ લાગ્યા. ભૃઠા ઇષ્ટ અનિષ્ટના શબ્દો પણ ખુશી-રાજી કરનાર થાય છે. તેવી રીતે ધમ દરેકને ઈષ્ટ છે, પાપ દરેકને અનિષ્ટ છે, શાથી ? કાઇ ધર્મ નથી પણ કરતા, ધર્મ સમજતા પણ નથી, ધરમનું ફળ હેતુ કઈ સમજતા નથી, તેવાને ધર્મિષ્ટ કહેશેા તા ખુશી થશે, પણ ખરી રીતે જે પાપને પડછાયે જતા નથી, ડગલે પગલે પાપથી ડરે છે, નુકશાન પાપથી જ સમજે છે, સાપથી નથી ડરતા તેના કરતા પાપથી ડરે છે. આવા જ માણુસને ધર્મિષ્ટ ગણવા તે વ્યાજબી છે. ત્યાં જ આસ્તિકતા છે.
જીવ શબ્દની શાસ્ત્રીય વ્યુત્પત્તિ
આસ્તિક કહેવડાવવા દરેક તૈયાર છીએ, પણ આસ્તિકતા કાં રહી છે? એ તપાસવા તૈયાર નથી, તે આસ્તિકનું સ્થાન મારામાં આવ્યું કે નહિં એ વિચારવાની દરકાર તે કરે જ કયાંથી ? શાસ્રકારાએ નાસ્તિક અગર આસ્તિકની વ્યાખ્યા કયાં લીધી. જ્ઞાતિ વરો વિ •મતિર્યંચ/સબાપ્તિ. પરલેાક પુણ્ય-પાપ એ વિગેરે છે–એવી જેની બુદ્ધિ હેય તેનું નામ આસ્તિક, જે પરલેાકને પુણ્ય-પાપને ન માને તેવાનું નામ નાસ્તિક. વિદ્વાનને કે મૂખને એમાંથી એકેને શીંગડા નથી, તેવી રીતે બેમાંથી એકેને માથે શીંગડાં નથી, પણ સારાસારના વિચાર કરે તે સમજી ને ન વિચારે તેનું નામ મૂખ. તેવી રીતે આસ્તિક અને નાસ્તિકાને કેમ એળખીએ ? જે પરલેાક, પરભવ, પુણ્ય, પાપ એ બધાને માને તે આસ્તિક અને એ બધાને ન માને તેનું નામ નાસ્તિક.
જીવ માને કે ન માને તે ઉપર શાસ્ત્રકારોએ આસ્તિક નાસ્તિકનું ધારણ ન રાખ્યું, પણ ખરી રીતે જીવ માને તે આસ્તિક ને ન માને તે નાસ્તિક એમ કહેવાનું હતું, છતાં શાસ્ત્રકારોએ એ રસ્તે રાખ્યા નહિં. વર્તમાનકાળની અપેક્ષાએ જીવપણુ નાસ્તિકા પણ માને છે. જીવવિચાર -નવતત્ત્વ જાણવાવાળા હશે પણ પૂછીએ કે જીવ કાને કહેવાય તેા પ્રાણને