________________
--
પ્રવચન ૧૦૫ મું
[ ૧૨૩ અખંડ ઘી આપે તે ચિત્રાવેલીની કિંમત કેટલી? તમને ઘીની કિંમત છે, પણ અખંડપણે ઘી આપનારી ચિત્રાવેલીની કિંમત નથી. આ દુનીયાના વિષયે શેર બશેર કે પાંચ શેર ઘી જેટલા, પણ આ ધર્મ એ તે દુનીયાના વિષયોને અંગે ચિત્રાવેલ છે. બકરી ચિત્રાવેલ ચરી જતી હોય ને ઘીને ગાડ ભાંગતા હોય તે ચિત્રાવેલનું રક્ષણ કરો કે ઘીને ગાડવો સંભાળો? ગાડવો સંભાળવા માટે ચિત્રા વેલનું ભક્ષણ થવા દે તે મૂMશિરોમણિ જ ગણાય. તે પછી ધર્મનું રક્ષણ કરતાં ઘી તરીકેના વિષયે નાશ પામે, ઓછા થાય પણ જે ધર્મનું રક્ષણ ન કરે ને વિષયેના અંગે ધર્મને ધક્કો મારે તે કેવો ગણાય? ગાડો ગળે વળ પણ ચિત્રાવેલ વિસરાઈ ગઈ, એ ગાંડા સિવાય કોણ હોય? તેવી રીતે ધર્મ એ ચિત્રાવેલ છે. લકત્તર દષ્ટિએ ધર્મની કિંમત એ જુદી ચીજ છે. અત્યારે લૌકિકદષ્ટિએ ધર્મની કિંમત વિચારીએ છીએ.
અરે તમને મનુષ્યપણું ગમે છે કે જાનવરપણું ગમે છે? લાખોમાંથી એક પણ નહીં કહે કે જાનવરપણું ગમે છે. તે મનુષ્યપણું અનેક વખત દેનારા ધર્મની બેદરકારી કેમ કરે છે, ધકકો કેમ મારો છે? તે મનુષ્યપણું અનિત્ય છે માટે તારી દશા એ થઈ કે–
यो ध्रुवाणि परित्यज्य अध्रुवं परिसेवते ध्रुवाणि तस्य नश्यन्ति अध्रुवं નદ મેવ જ જે નિશ્ચલ વસ્તુ–સદા રહેવાવાળી વસ્તુને છોડી દે છે ને જે નાશ પામવાની નક્કી થઈ છે, એવી વસ્તુના ભરોસે રહે તે જે નિશ્ચલ વસ્તુ હતી તે છોડી એટલે નાશ પામી, પણ આ તે છે ને? આ છે તે અદ્ભવ છે. એનું ચાહે જેટલું જતન કર પણ નાશવંત છે. એવી રીતે આ શરીર હાડકાની હાંલ્લી, એના ઉપર ગોવાળીયો થઈ ચાહે તેટલું જતન કરે તે પણ હાડકાની હાંડલી રહેવાની નથી. ધર્મ તે બેદરકારીમાં નાશ પામ્યા અને આ શરીર ચાહે જેટલું રક્ષણ કરીએ તે પણ ટકવાનું નથી. “હાથમાં નહીં કેડી ને ઉભી બજારે દોડી” ધ્રુવને પકડતું નથી અને અધ્રુવને પકડી રહ્યો છે. તે ધ્રુવ ધર્મને પકડ. મનુષ્યપણું લાવવું એ તારા બાપની, માની, ભાઈની, રાજ્યની કે દેવતાની પણ સત્તા નથી. દેવતા બધું કરી શકે પણ મનુષ્યપણું લાવી દેવું તે દેવતાની પણ સત્તા નથી. જેને તું સાથી ગણે છે તેને તું કે