________________
૧૨૪ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
તારે રાજા પણ લાવી શકવાને નથી. તને બહેરાપણું ગમે છે કે સાંભળતાપણું ગમે છે? તને દેખતાપણું ગમે છે કે આંધળાપણું? શરીરમાં સ્પર્શ જાણી શકાય તેવું ગમે છે કે સ્પર્શ ન જાણી શકે તેવું ગમે છે? આ સર્વે ચીજ દેનારે ખોળી કાઢ્યો? તને ચક્ષુ શ્રોત્ર રસના વિગેરે ઇંદ્રિયે કોના પ્રભાવે મળવાની? જે વસ્તુ તે સારી ગણે છે તેને મેળવી આપનાર કેઈ નથી, ફક્ત ધર્મ છે. છતાં તેની કિંમત ગણતો નથી. લૌકિક દષ્ટિએ સુંદર મેહક લાગેલા પદાર્થોને આપનાર સુંદર મનુષ્યપણું પાંચ ઈદ્રિયે મેળવી આપનાર ધર્મ તને યાદ કેમ નથી આવતું ? લૌકિકદષ્ટિએ ધર્મનું ફળ વિચારીશ તે ધર્મની કિંમત કર્યા વગર રહીશ નહિં. એ પછી લોકોત્તરદષ્ટિએ ધર્મની કિંમત કેવી તે અધિકાર અગ્રે વર્તમાન .
પ્રવચન ૧૦૬ મું સંવત ૧૯૮૮ ભાદરવા વદિ ૬ બુધવાર મુંબઈ બંદર
ઈષ્ટ અનિષ્ટના જુઠા શબ્દોની અસર શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતા જણાવે છે કે-ઘમ શાદ દુનિયામાં દરેકને વહાલે છે. ધર્મ શબ્દ કોઈને અળખામણું નથી, એ માનવું શાથી? જગતને નિયમ છે કે જે વસ્તુ ઈષ્ટ લાગે તેને જૂઠે પણ શબ્દ વહાલું લાગે, અનિષ્ટ લાગે તેને જૂઠે શબ્દ નારાજી કરનાર થાય. દુનિયામાં બ્રાહ્મણ લટ માગવા આવ્યો તેણે આશીર્વાદ આપ્યા કે-ઘણું છે, તે અખંડ સૌભાગ્યવતી થા, છોકરાને ઘેર છોકરા થાવ. બ્રાહ્મણના કહેવાથી જીવવાનું ધન ધાન્યથી ઘર ભરાઈ જવું, અખંડ સૌભાગ્ય થવાનું છે, છોકરાના ઘેર છોકરા થઈ જશે, એમ કોઈએ માન્યું? જૂઠે આશીર્વાદ છતાં પણ ખૂશ થઈએ છીએ. કોઈ જગ પર લડાઈ થઈ. કેઈકે ગાળ દીધી કે તારૂ આમ થાવ? એના કહેવાથી ખરાબ થવાનું છે? તું મરી જાય, દરિદ્ર થઈશ, તારે બાપ મરે વિગેરે કહે, તેના કહેવાથી કંઈપણ થવાનું નથી. છતાં આંખ લાલ કેમ થાય છે?