________________
પ્રવચન ૧૦૪ મું.
[ ૧૦૩
ક્ષય-ક્ષપશમ, ઉપશમ એ જ સાધ્ય છે, તેવા મનુષ્ય તીર્થંકરાદિના વચનને જવું કહેવાનું તો દૂર રહ્યું, પણ સામાન્ય પણ ગણવા તૈયાર થાય નહિ. વિષષ્ઠી સલાકા પુરુષ ચરિત્રમાં તે માટે કહ્યું પણ છે કેનિયમાનૂ સર્વ સિદ્ધિઃ સર્વ અર્થની સિદ્ધિ કયારે મળે? જ્યારે હૃદયમાં વીતરાગાદિકનું વચન રહેલું હોય ત્યારે. કાકતાલીય ન્યાયે ભગવાનના વચનને પાળનારા કદી સિદ્ધિ પામી ગયા તેથી શું? કાતાલીય ન્યાય એ શું? કાગનું બેસવું અને તાડનું પડવું.” બીજે પણ બેઠે હોય ને ફળ તેની પાસે પડે, કાગડો ફળ માટે બેઠે ન હતો. ફળ કાગડાની ભૂખ ભાંગવા માટે પડયું ન હતું. કાગડો તાડ પર બેઠો ને તાડને પાડી નાખું અથવા તે કાગડાને ભાર આવ્યા ને તાડ પડ્યો તેમ નથી. છતાં પણ કાગડાનું બેસવું ને તાડનું પડવું થાય છે. તેવી રીતે કઈ જીવનો કર્મને ક્ષય-ક્ષપશમ ઉપશમ થવાનું હોય તેને કાકાલીય ન્યાય માનવ પડે. સર્વ મને રથ પૂરા થવાના હશે અને અહીં હૃદયમાં વચન આવ્યું. જેથી ભવિતવ્યતાવાળાને કાતાલીય ન્યાય વધારે અનુકૂળ માનવો પડશે. આમ થવાનું હશે ને આમ થયું હશે, તેથી તમે એમ કહો છો કે-હદયમાં શાસ્ત્ર વચન હોય તો સર્વઅર્થની સિદ્ધિ થાય છે. એ ક્યારે કહેવાય? જેમ કાગડા માટે ફળ પડ્યું ન હતું. કાગડો તાડ પાડવા માટે બેઠે ન હતો, પણ બેસતાંની સાથે જ થયું છે, છતાં ત્યાં કાર્ય–કારણ તરીકે કંઈ નથી. તેવી રીતે અહીં જે કર્મને ક્ષય યોપશમ કે ઉપશમ વગર કારણે થઈ જતો હોય તે તે જ ન્યાયે માન પડે. પણે તાડ સ્વભાવથી પડ્યો, તેવી રીતે કર્મના ક્ષેપશમાદિ કઈ પણ ચીજ વગર કારણે થઈ જતી હોય તો તારે કાકતાલીય ન્યાય માનતે, પણ કર્મના ક્ષપશમાદિક જિનેશ્વર મહારાજના વચન દ્વારાએ થએલી પવિત્ર ભાવનાઓ જ સર્વઅર્થની સિદ્ધિ છે. તે ત્યાં કાતાલીય ન્યાય લગાડાય નહિ. - જગતમાં જેટલી જગપર તાડો પડે છે, તેટલી જગો પર કાગડા મરતાં નથી અથવા બધા ફળો કાગડાનાં ખાવામાં આવતા નથી. કાકતાલને નિયમિત નિયમ રહ્યો જ નથી. અહીં એવું નથી. અહીં ભગવાનને વચન હૃદયમાં રહ્યા હોય ને કર્મને ક્ષયાદિક ન થાય તેમ