________________
પ્રવચન ૧૦૫ મું.
[ ૧૧૫
તેમાં શું રહે છે? કશું નહિ, પાંચ ઇદ્રિના વિષય પર દુનિયાની અનિત્યતા ઈચ્છવી, સારા વિષયેની ઈચ્છા ખરાબને દૂર કરવાની ઈચ્છા, ભવાંતરે પણ સારા વિષયો મેળવવાની ઈચ્છા. નિયાણું શાને અંગે. ધરમનું ફળ હોય તો આવતે ભવે આમ મળજે, આ બધા વિચાર આd. ધ્યાનનાં છે. આર્તધ્યાનનું પરિણામ તિર્યંચની ગતિમાં નાખનારૂં થાય છે. જે વિષયે તમારા આત્માના ગુણોને ઉત્પન્ન થવા દેતા નથી. ઉત્પન્ન થએલા ગુણોને બરબાદ કરી નાખે છે. જે વિષયે આત્માને આધ્યાનમાં કાવી દે છે, તેનાં પરિણામે તિયચ-નરક-ગતિમાં આત્માને નાંખી દે છે. વિષય મળે, વિષયે મેળવું એ બુદ્ધિ રહે ત્યાં સુધી આર્તધ્યાન. આવેલા વિષયે રખેને કોઈ હરી જાય, રખેને કેઈ નાશ કરે, ઓછા થાય, આ બધાનું નામ રૌદ્રધ્યાન. ઈષ્ટ વિષયે મેળવવાની ઈચ્છા, અનિષ્ટ વિષયને દૂર કરવાની ઇચ્છા, ભવાંતરે વિષયે પ્રાપ્ત કરવાની ઈચ્છા તે આધ્યાન. તે મળ્યા પછી ખબરદાર! કોઈ તેમાં ગલતી કરે નહિ. તેમાં કોઈ આડે આવે તે ઠેકાણે પાડી દઉં-એવી રીતે સંરક્ષણની બુદ્ધિ. મળેલા વિષમાં તીવ્રતા તે રૌદ્રધ્યાન. આ વાત વિચારશે એટલે વિષયે ત્યાગ નહીં કરનારાને નરકે જવું કેમ થાય છે તે સમજાશે. નવા વિષયે પ્રાપ્ત કરવા નથી પણ તે વિષયનું રક્ષણ તે પણ રૌદ્રધ્યાન. જે રૌદ્રધ્યાન થાય તો પરિણામમાં નરકગતિ. આ મળેલા વિષયના કારણભૂત પહેલા આર્તધ્યાન કરવા લાગ્યા. પછી રૌદ્રધ્યાન કરાવે, વિષય
જ્યારે મળે ત્યારે રૌદ્રધ્યાન કરાવે. આવી રીતે દુનિયાના વિશે આdરૌદ્રધ્યાન કરાવે પછી એ દુર્ગતિના કારણો અને તેમાં નવાઈ શી? તે પછી પપગારી એક જ વાત કરે કે-આ રૌદ્રધ્યાનના કારણભૂત દુનિયાની જંજાળ છોડે. જેઓ દુનિયાદારીમાં રહેલા છે, કુટુંબ-કબીલામાં રહેલા છે, તો એ કુટુંબાદિકને છોડે નહિં, ત્યાં સુધી આ– રૌદ્રધ્યાનમાંથી નીકળેલા નથી.
તુંગીયા નગરીના શ્રાવકેનું જીવતર કેટલું ગયું.
અહીં શંકા થશે કે-અમે સામાયિક, પડિક્કમણું, પૌષધ કે પૂજાપ્રભાવના કરીએ છીએ ને? તે પછી શાસ્ત્રને અનુસરવાવાળા ઉપદેશકે ના નથી પાડતા. શાસ્ત્રકારે કરવાનું કહેલું છે, તમે સામાયિકાદિક નથી