________________
૧૧૬ ]
શ્રી આગોદ્ધારક-પ્રવચન-શ્રેણી
કરતાં તેમ નહિ, જ્યારે તમે સામાયિકાદિક માન્યા તે ધર્મધ્યાનમાં કેમ નહીં માને? જો ધર્મધ્યાન કહે તે આર્ત-રૌદ્રમાં ડૂબેલા કેમ કહે છે ? આ જગ પર શાંતદષ્ટિથી વિચારવાની જરૂર છે કે-પહેલા કાળમાં શ્રાવકો ધન, મકાન, દુકાન, કુકા, કાંકરા, ઠીંકરાનું સરવાયું રાખવા સાથે થોડું જીવનનું પણ સરવાયું રાખતા હતા. ગૌતમસ્વામી તુંગીયા નગરીમાં જાય છે. ત્યાં શ્રાવકેના પાળીયા લખેલા છે. ફલાણે શ્રાવક ચાર વરસ, ત્રણ મહીના ને બે દિવસ જીવ્યો. બારે વ્રતધારક તથા આવા અભિગ્રહો કર્યા. બીજા પાળીયા પર અમુક વરસ, અમુક મહીના એ પ્રમાણે લખ્યું હતું. શી રીતે ચાર પાંચ કે સાત વરસનો બાળક શ્રાવકના બાર વ્રત આવી રીતે કરી શક્યો. પેલાઓ ધર્મનું સ્વરૂપ ન જાણતા હતા, તે ઘુંચાયા-મુંઝાયા કે ચાર વરસની ત્રણ વરસની ઉંમરમાં ધરમના કાર્યો હાય શી રીતે ? ત્યાં જણાવવામાં આવ્યું કે-શ્રાવકોનો જેટલો કાળ પડિક્કમણમાં, સામાયકમાં, પૌષધમાં કે ધર્મકાર્યમાં જાય ત્યારે તેની દરરોજ નેંધ કરતાં હતાં ને તેના કુટુંબીઓ પાળીયા ઉપર તેને હિસાબ કરીને લખતા હતા. મકાન, બાયડી, છોકરા એ ન લખે પણ પેલી કરેલા ધર્મની નોંધ કાઢી સરવાળો કાઢી અહીં નોંધ લખતા હતા કે-આટલું જીવ્યા. કેઈ નોંધ તમે બતાવશે? જીવન જીવ્યા એનું નામ, બાકી તે બધું વગર જમનું મિત.
શ્રાવકને અનુમોદનાના પચ્ચકખાણ ન હોય.
આ વાત શાસ્ત્રકારોએ ખુલ્લી કરી છે કે વિરતિ, સામાયિક, પૌષધમાં રહેતાં થકાં જે કાળ જાય તે સફળ, બાકીને નિષ્ફળ હોય તે સારૂં, સરભર ખાતું હોય તે હજી સારું, પણ બાકીના કાળ સંસારરૂપી દુઃખને કરવાવાળો છે, સંસારને વધારનારો છે, તેને સારે કેમ માને. આ ઉપરથી તમારા સામાયક પડિક્કમણનો હિસાબ ક્યાં રાખે છે? કેમ નથી. એક જ કારણ એમાં જે ટાઈમ જાય છે તેની સફળતા ઉપર ધ્યાન ગયું જ નથી. દુકાનમાં કઈને રૂપીઓ આપે છે તે લખ્યા વગર રહે નહિ, તે જિંદગી જે ધરમમાં ખરચી તેને હિસાબ કેમ નથી રાખતા? ભલે કલાક ગયે તે એ શું ને તેમાં લક્ષ્ય જ નથી. આખી જિંદગીમાં સામાયક, પૌષધનો ટાઈમ કેટલો ગયો? કદી તેટલો ટાઈમ