________________
પ્રવચન ૧૦૪ મું
[ ૧૯
દ્વેષ કમને કાપે, પણ નિર્જરાના સંવરના અધ્યવસાય તેમાં મળે ત્યારે. તે નિર્જરા ને સંવરના પરિણામ એ કુહાડે. પ્રશસ્ત રાગ-દ્વેષ એ તે હાથ છે. એકલા અધ્યવસાય કર્મ ક્ષય ન કરે પણ કુહાડામાં હાથે મળે તે કુહાડાની ધારા એ ઝાડને કાપનાર થાય. તેવી રીતે રાગ-દ્વેષ કમના ઘરના પણ તેમાં પ્રશસ્તપણું સંવરનું, નિજેરાનું ધ્યેય તે રૂપી કુહાડો મળ્યો તે કર્મવૃક્ષ કપાયું. તે આધાર શા ઉપર ? હાથા કે કુહાડા ઉપર આધાર કુહાડાની ધાર ઉપર. એવી રીતે અહીં રાગ-દ્વેષ હાથા તરીકે, સંવર નિર્જરાને અધ્યવસાય કુહાડા તરીકે. ખરે આધાર કોની ઉપર? કુહાડા પર. જ્યારે પ્રશસ્તપણું ઓળંગી જવાય ત્યારે એના એ જ રાગ-દ્વેષને મારનાર થાય. હદ બહારનું દષ્ટાંત દઉં છું.
જીવન કરતા આરાધનાની કિંમત અધિક &દકાચા મુનિસુવ્રતસ્વામીને વિનંતિ કરી કે-કુટુંબને પ્રતિબંધ કરવા જઉં. મુનિસુવ્રતસ્વામીએ ફરમાવ્યું કે નહિં. બીજી વખત પૂછ્યું તે પણ ના કહી, ત્રીજી વખત પણ ના કહી. સ્કંદકાચા પૂછ્યું કેકુટુંબને પ્રતિબંધ કરવા જવાની ના કહી તેથી આપ સર્વજ્ઞ હોવાથી કારણ જાણતા હશે તે હું કારણ જાણવા માગું છું. શ્રીમુખે ફરમાવ્યું કે-ત્યાં તને મરણાંત ઉપસર્ગ થશે. તને અને તારા સાધુસમુદાયને મરણાંત ઉપસર્ગ થશે. આ સાંભળ્યું ને વિચાર કર્યો. આ જિંદગી જીવનને માટે નથી. આત્મામાં હિસાબ એક જ વસ્તુ કે મોક્ષમાર્ગ આરાધી જવાય પછી જિંદગી રહે કે જાય તો એ શું? મોક્ષના મુસાફરોએ મગજમાં કયું આરાધનાનું ધ્યાન ધરવું જોઈએ. કેવળી ભગવાન શ્રીમુખે ફરમાવે છે કે તમને બધા પાંચસો સાધુઓને મરણાંત ઉપસર્ગ છે, છતાં જેનું રૂંવાડું હાલતું નથી. ખેતરની વાડ આગળ એક ઘાસનું તણખલું ઉભેલું રહે તે શું ને આડું પડે તે એ શું? એવી રીતે આ જીવન ટકે કે જાય તેએ શું? ખરું ધ્યેય અમારૂં કયું? અમે આરાધક થઈશું કે નહિ? જ્યાં સર્વજ્ઞ મરણ જણાવે છે ત્યા મરણમાં સંદેહ નથી, પણ આરાધક કે વિરાધક થઈશુ? જીવન-મરણના સવાલને કચપટ્ટી ગણે છે. તારા સિવાય ૪૯૯ સાધુએ આરાધક-એમ મુનિસુ