________________
૧૧૨ ]
શ્રી આગમોદ્ધારક-પ્રવચન-શ્રેણી
સંવર-નિજરના બાધક પ્રશસ્ત કષાય ન કહેવાય.
આહાર શા માટે? સંયમ સાધના માટે, ઉપાધિ સંયમસાધન માટે, શરીર સંયમસાધન માટે, છતાં પણ સાંજે સંથારાપરિસીમાં આહાર ઉપધિ ને દેહ બધું વિવિધ વોસિરાવીએ છીએ. આ તે મોક્ષના સાધન છે. કુહાડાની ધારને હાથે મદદ કરી શકે, એટલા પૂરતે જ ખપ રાખવે. તેવી રીતે આત્માને સંવર નિર્જરામાં મદદ કરે. કમને ક્ષપશમાદિક કરવામાં મદદ કરે. તેટલા પૂરતા પ્રશસ્ત રાગ-દ્વેષના આલંબનની જરૂર છે, પણ કુહાડે બુદ્દો થતાં માલમ પડે તે હાથાને પકડી રખાય નહિં. જે રાગ-દ્વેષ, સંવર, નિજરને બાધક નિવડે તે રાગ-દ્વેષ પ્રશસ્ત કહેવાય જ નહિં.” આ અંદાચાર્યના ચરિત્રને ખુલાસો થઈ જાય છે. સંવર નિર્જરાનું ધ્યેય ચૂક્યા એટલે પ્રશસ્ત રાગ-દ્વેષ નકામા. સેક્રેટરી સાધુનું કર્તવ્ય કયું ? સંવર નિર્જરાનું દયેય રાખી પ્રવૃત્તિ કરીશ કે કરવી જોઈએ તેમ નથી, નહિંતર પ્રાયશ્ચિત કરવું પડે. તેવી રીતે શાસ્ત્ર તીર્થકર કે સાધુના ઉપર રાગ ધરે આ પ્રશસ્ત પણ પંદર દિવસમાં બાહ્ય પદાર્થોને અંગે થએલા રાગ-દ્વેષ કાપવા જ જોઈએ. ત્યારે જ જોખમદારી અને જવાબદારી પણાનું કાર્ય કર્યું કહેવાય. મેનેજિંગ કમિટી કેશુ? જે ચાર મહિનાથી વધારે રાગ-દ્વેષને રાખે નહિં. ચાર મહિનામાં જે રાગ-દ્વેષને નાશ કરે એવી જવાબદારીમાં જોખ મદાર. એ બધા મેનેજીગ કમીટીમાં ગણાય. દેશવિરતિ પાંચમાં ગુણઠાણાવાળા શ્રાવકે, જનરલ સભા મળી, જેમને બાર મહિને રાગ-દ્વેષનું મૂળ રહેવું જોઈએ નહિ. સંવછરીની આગળ કષાય ટકે તે અનંતાનુબંધી એટલે સમ્યક્ત્વ વગરને, એટલે જૈનસંસ્થાથી બહિષ્કૃત થએલો જાણવો.
મેક્ષમાગે જનારા માટે પહેલે અનંતાનુબંધીને ખીલે, બીજો અપ્રત્યાખ્યાનીને ખીલે, ત્રીજો પ્રત્યાખ્યાનાવરણીયને ખીલે, આગળ ચા સ જ્વલનને ખીલો, એટલે મેક્ષના દરવાજાના અર્થાત મોક્ષમાર્ગે જનારાઓએ ચાર ખીલા ઓળંગવાના છે. પહેલો ખીલો આ આત્માએ. એળે કે નહિ તે શાથી માલમ પડે ? ખીલામાં લખેલું છે કેઅનંતાનુબંધીને તમે આ સમ્યકત્વના ખીલા આગળ આવ્યા છે તે