________________
૧૦૬ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
જીવાદિક માનવાને કેઈપણ આધાર નથી. તે પ્રમાણે ઉમાસ્વાતિ વાચકજી જે પૂર્વધર તેમના વચનને અપ્રમાણ કેમ કહી શકીએ? આંધળાને દેખતાએ કહેલું અપ્રમાણ કહેવાને હકક જ નથી. આંધળે પોતે દેખતાના કહેલાને જૂઠું કહેવા તૈયાર થાય તે માનવું પડે કે અકેલે પણ આંધળો છે. તેવી રીતે જીવાદિક પદાર્થો આપણે દેખતા નથી તે જીવાદિક પદાર્થોનું નિરૂપણ કરનાર જ્ઞાનીના વચન આપણે જૂઠા કહેવા બહાર પડીએ તે પોતે જીવાદિકને નથી દેખતે એટલું જ નહિ, પણ બીજાએ જાણ સમજીને નિરૂપણ કરેલા તેને માનવાનું પણ તેને નસીબ નથી.
પરસન્નિધાન સમ્યક્ત્વ એટલે શું? આ વસ્તુ સમજી તત્વાર્થ ભાષ્યકારના વચનને કેઈપણ અપ્રમાણ બેલી શકશે જ નહિ. તે પછી તમારું વચન ફેર. આત્મ સંનિધાને સમ્યક્ત્વ, આત્મામાં પરસંનિધાને સમ્યક્ત્વ, બીજા એક બે કે ઘણા આત્મામાં એક અજીવ, બે અજીવ કે ઘણા અજીવમાં સમ્યક્ત્વ મનાવ્યું. તમે તે કહો છો કે સમ્યક્ત્વ આત્માની ચીજ, આત્માની માલિકીની કબજાની ચીજ છે. કોઈનું સમ્યક્ત્વ કેઈમાં નથી. જ્યારે તમે સમ્યક્ત્વને સ્વતંત્ર ચીજ, અસાધારણ ચીજ બતાવે છે, તે ભાષ્યકારે શું કહ્યું? એક, બે કે ઘણા અજીવમાં સમ્યક્ત્વ કહેલું છે, એક બાઈ વાંજણી હતી, તેણે કોઈ બીજી બાઈ સાથે વાત કરતાં આ મારી સહીયરને જમાઈ. સહીયર શબ્દ ન સાંભળનાર બાઈ ન સમજી અને સીધું મારે જમાઈ એમ સમજી. જેમ સહીયર શબ્દ નીકળી જવાથી વાંઝણીનો જમાઈ માન્ય થઈ શકે નહિં. તેમ પરસંનિધાનનો અર્થ ન સમજવાથી પરસંનિધાનની વાત મૂકી કેરાણે અને એક, બે કે ઘણા અજીવમાં સમ્યકત્વ કર્યું અને તમે આત્મામાં સમ્યફવા કહ્યું. બે વિરોધી થયા. પરસંનિધાનને અર્થકારણ, કોઈને એક મુનિના દર્શનથી ભાલ્લાસ થાય, તેથી પોતે સમ્યક્ત્વ પામે. તે કારણ તરીકે એક મુનિ કારણ અન્યા, તેથી બીજા એક જીવમાં સમ્યક્ત્વ કારણ તરીકે રહ્યું.
તેવી રીતે બે મુનિને દેખીને ભાલ્લાસ પામ્યા હોય તે પરસંનિધાને બેનું સમ્યક્ત્વ ગણાય. કેઈ નયસાર સરખાએ સાધુને વહેરાવ્યું, ચાલ માર્ગે ચડાવું, મુનિને માર્ગે ચડાવે છે. મુનિએ દેખ્યું