________________
પ્રવચન ૧૦૨ મું.
- [ ૮૩ નીકળ્યું હશે? આ દશાવાળાને શાસ્ત્રકારો પણ છદ્મસ્થ કહે છે, તે વીતરાગદશાને વિચારે. ત્યાં તો છદ્મસ્થપણું છે, ત્યાં વીતરાગપણું નથી. તે હવે વીતરાગપણની દશા કઈ? વિચારો. જગતમાં એક પણ ચીજ એ મહાત્માની સમભાવ પરિણતિને પલટાવનારી નથી. જે વીતરાગ થાય તેમની પરિણતિને પલટાવનારી ચીજ જગતભરમાં નથી. ચાહે અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય. ચાહે જેવી ઉચી અનુકૂળ દશા લઈ લે અથવા ચાહે જેવી નીચી પ્રતિકુળદશા લઈ લે તે પણ જેમના પરિણામને પલટાવવામાં કઈ પણ દશા તાકાતવાળી નથી, આવી વીતરાગદશા મળી હોય તો પણ બીજા કષાય દૂર રહ્યા પણ સાધુપણામાં જે સંજવલનના કષાય છે. એ આ વીતરાગપણાને પણ ધો મારી નીચે ઉતારી દે છે. અગીઆરમે ગુણઠાણે જ્યારે જીવ જાય છે, ત્યારે કઈ દશામાં? અગીઆર, બાર, તેર, ચૌદ ચારે વીતરાગપણના ગુણઠાણા. તેમાં અગીઆરમું છદ્મસ્થ વીતરાગદશાનું છે. જગતની પ્રતિકૂળ-અનુકૂળ વસ્તુ આ વીતરાગતાના પરિણામને ડગાવી શકે નહિ. એવા જીનાં પરિણામને સંજવલન કષાય સજજડ હરાવી ઉતારી દે છે.
સંજવલનની ચકીથી પતન. કષાયરૂપ આ હાથી નીકળી ગયું અને પૂછડે અટકી ગયે. કષાયરૂપ હાથીનું પૂછડું સંજ્વલન, મિથ્યાત્વ અવિરતિ નીકળી ગયા. માત્ર સંજવલન સત્તામાં રહેલ એક ખૂણે પડી રહેલ છે. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનીના બંધ ઉદય ઉદીરણું નથી. સંજ્વલન તે પણ ઉદય ઉદીરણામાં નથી. માત્ર સંજવલન કષાયો સત્તામાં રહેલા હોય તો અગીઆરમાં ગુણઠાણાથી પડે છે. નીસરણી પર ચઢ્યો ઊંચે પગથીએ ગયો પણ ચકી આવે તે ઠેઠ નીચે જાય. તેવી રીતે અગીઆરમે ગુણઠાણે ગયેલે સંજ્વલનની ચકી આવે તેના લીધે પડે, તેથી પહેલે ગુણઠાણે આવી જાય. આખા ભવચકમાં ચાર વખત ઉપશમણિ હોય. સાસ્વાદન પાંચ વખત કહ્યું છે. તેમાં ના નથી. શ્રેણિથી પડેલાનું ચાર ત્યારે એક સાસ્વાદન વધ્યું કયું? તે કે પહેલવહેલું ઉપશમ સમકિત પામ્યો હોય તેમાંથી પડે તે સાસ્વાદન, બાકી ચારે વખત શ્રેણિનું સાસ્વાદન. સાસ્વાદનથી મિથ્યાત્વમાં આવે. ધમ્યું સોનું