________________
૮૬ ]
શ્રી આગમેદ્વારક-પ્રવચન-શ્રેણી
તે પણ બેલતા શરમાય. આમાં મહાવીરના નામની બદનામી છે. પુષ્પશાલ નામના છોકરાને માબાપે કહ્યું કે વડેરાની સેવા કરવી. તમે તમારા બચ્ચાંને પોતાના સ્વાર્થની શિખામણ લે છે. શાક લેવા ગયે હાય પૈસાભાર ઓછું આવ્યું હોય તે મૂખ અને એક ભીડ વધારે લાવે તે શાબાશ? ચેરીની ટેવની શરૂઆત. અગ્નિ જેમાં સળગે તેને પહેલા જરૂર બાળશે. લાકડામાં, ઘાસમાં, છાણામાં સળગે તેને પહેલા બાળશે. એટલે જેને તમે ચોરી શીખવી તે ઘરમાં તે ચોરી કરનારે પહેલ થશે. સોદામાં લાભ થયે હોય છતાં ચોપડે નુકશાન. તીજોરી રાતે ઉઘાડી ઉચાપત કરશે. દાગીના પિતે જુગારમાં હારી આવીને ગરમાઈ ગયો એવું કહેશે. આ બધું તમારું જ શીખવેલું. જેમની પાસે શીખવું તેમને ભોગવવું. ગુરોધીત જુવે નિરિ–ગુરુની પાસે ભણવું. પાછું તેમને સંભલાવવું જોઈએ. તમારી પાસેથી ચોરી ભણે ને તમને જ નિવેદન કરી-કાછીયાની આંખ આજનારે કાજીની પણ આંખ આજે.
વડેરાની સેવા કરવાની શિખામણ પુષ્પશાલ પુત્રને “વડેરાની સેવા કરવી—એમ બાપે શીખવ્યું, તેથી હંમેશાં માબાપની સેવામાં રહે છે. કોઈ દિવસ ગામને મુખી ઘેર આવ્યા. માબાપે તેને બેસવા માટે ખાટલે આખે ને હાથ જોડી આગળ ઉભા રહ્યા. છોકરાએ જાણ્યું કે આમના પણ આ વડેરા છે. મારા વડેરા માબાપ ને મારા માબાપના વડેરા આ છે. માબાપની સેવા મૂકી દઈ તલાટીની સેવા કરવા માંડ્યો. આપણા વચન પ્રમાણે છોકો ચાલે તે આપણાથી બીજું ન બેલાય. અડચણ થાય તે પણ ન બેલાય. આર્ય રક્ષિતસૂરિને માતાએ દષ્ટિવાદ ભણવા મોકલ્યા ગુરુએ કહ્યું કે-દષ્ટિવાદ ભણવું હેય તે દીક્ષા લેવી પડશે. તેણે દીક્ષા લીધી છતાં માતા એમ ન બેલી કે મેં તે ભણવા મોકલ્યો હતો કે દીક્ષા લેવા જે મૂંડાવ હતો તે સીધી દીક્ષા ન આપત? આગળના વડીલે સમજતા હતા કે એ વચનનું પરિણામ જે આવે તે સહન કરી લેવું જોઈએ. મદારીના હાથમાં દેરી રહે ને માંકડો નાચે ત્યાં સુધી મદારીને વાંધો નથી. દેર છૂટે તે ઊંચે નીચે થાય છે. તેવી રીતે આપણા બચ્ચાને સામાયિકાદિ કરવાનું