________________
૯૦ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
બલવું તે પણ આવડતું નથી. શ્રદ્ધાએ શૂન્ય વિરતિને વેરી થઈ વીરપુત્ર કહેવડાવે તેની દશા શી?
મૂળ વાતમાં આવીએ. એક સંજવલનને સંસ્કાર રહેશે તે તોડવા માટે ભગવાન મહાવીરદેવે અને શ્રી ઋષભદેવે સાડાબાર તથા હજાર વરસ સુધી ઉદ્યમ કર્યો, તે સંજવલન સોટો કેટલો સાલતું હશે? આજકાલ એક હાથમાં ચાંદ આવી જાય તેમાં કેમ મોક્ષની પાલખી સુજી જાય છે? પૂર્વે સંસારી અવસ્થામાં પહેલેથી ટેવ પડેલી છે કે અધમ ઘણું હોય તો પણ દાબી દે. સોનું બતાવવા માટે થોડા સોનાને રસ કરી પીત્તળને ગીલીટ કરી દેવો કે બધું સેનું દેખાય.
જ્યાં એક આની વિરતિ હતી ત્યાં સંપૂર્ણ વિરાતિપણું દેખાડવા માટે સર્વ પ્રકારે મથ્યા પણ વસ્તુતઃ વસ્તુને પીછાણી નહિં. આપણું દરદ આપણે ધ્યાનમાં લીધું નથી. લીધું છતાં દરદ કાઢવા માગતા નથી. આવા ધરમને રસ કરી અધમ પર ચઢાવી અધર્મને ધર્મ કરવા મથે છે, તે શી રીતે ધર્મને સદુપયોગ કરનારા થાય? આટલા માટે જ શાસ્ત્રકારે કહ્યું કે તારું નામું ઠામું હિસાબ બધું તીર્થંકર-રીસીવરને સોંપી દે. એ રીસીવરને સંપ્યા પછી ગરબડ ગોટો કરે તો રીસીવરને જણાવજે. કદી ખરાબ સોબતથી ગોટાળે થાય તો પણ ત્યાં નિવેદન કરજે. તેવી સ્થિતિ પેલા ચાર શ્રાવકો સમજેલા હતા. આ વાત ચાર શ્રાવકો અયકુમાર સમક્ષ જાહેર કરે છે. હવે તે સંબંધી વિશેષ હકીકત શાસ્ત્રકાર શું બતાવશે તે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૩ મું સંવત ૧૯૮૮ ભાદરવા વદી પ્રથમ ૪ રવિવાર. મુંબઇબંદર
દેવતત્વ જુદું કેમ કહ્યું? શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કે—ધર્મ એ બહારની ચીજ નથી. કેવળ આત્માની જ ચીજ ધર્મ છે. દેવ, ગુરુ