________________
પ્રવચન ૧૦૩ મું.
[ ૯૩
હાઉસમાં રહેલા ગાંડા ચાહે તે બોલતા હોય કે કૂદતા હોય તેની અસર તમારામાં કેટલી થાય ? દારૂના પીઠામાં ગાળંગાળી, મારું મારી દેખો છો પણ તમે એની અસર લગીર પણ મનમાં આણો છો? બિચારા પરાધીન છે. જેમ તમે મેડહાઉસમાં અગર પીઠામાં રહેલા લોકોને ગણે છે, તેવી રીતે સાધુઓ દુનિયામાં રહેલા લોકોને ગણે છે. મેડહાઉસમાં ગાંડે કદી દારૂ માગે, તારી માગે તો પણ સજજન આપવાને તૈયાર થાય ખરા? દારૂના પીઠા પાસે લડાઈ કરી રહેલા શેઠ સાહેબ ! એક પ્યાલા પીલાઓ” એમ કરગરે તે પણ તમને દયા આવે ખરી? તમે દયાળુ છો પણ જે દયાના પરિણામમાં, સ્વરૂપમાં કારણમાં ભયંકરપણું દેખે તે તેવી જગો પર દયા કરવાને તૈયાર થતા નથી. તેવી રીતે અહીં સાધુ, ઉપાધ્યાય કે અરિહંત કે ઈપણ મોક્ષને માર્ગે પ્રવર્તેલા હોય, છેવટે તે શ્રાવક હોય તો તે પણ સંસારના કીચડમાં રહેવા ટેકે આપે નહીં. અત્યાર સુધી અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ હોય પણ અહીં શ્રાવક પણ સંસારના કારણભૂત ધાને ટેકો આપવા તૈયાર થાય નહિં. તમે બાર વ્રતોનાં નામ સાંભળ્યા છે. તેમાં અનર્થદંડમાં તમે પોતે જ કહી શકો છો, માને છે, જાણો છો કે-“સ્વજન કુટુંબને કારણે પાપે પેટ ભરાય છે છતાં તે અર્થદંડ, બીજે કર્યો દંડ? અનર્થદંડ. દંડમાં દંડ તે અનર્થદંડ. કેઈને તમે કાતર આપો, ચપુ, અગ્નિ, હળ, હથિયાર આપે તેનું નામ અનર્થદંડ. હિંસાપ્રદાન-હિંસાના જે જે કારણો-હથિયારે તે આપવામાં આવે તેનું નામ અનર્થદંડ. એને એ ચીજ ઉપયોગી હતી કે નહિં. જેવી સેય, છરી, હળ, હથિયાર તમારે ઉપયોગી હતા, તેવા એને ઉપગી હતા કે નહિ? તેવા ઉપયોગી હથિયારે શ્રાવક પણ આપે છે તેને શાસ્ત્રકાર અનર્થદંડ કહે છે. એ જ વાત જણાવતાં જણાવ્યું છે કે
ક્ષેત્ર કૃષ” અરે ખેતી કેમ કરતા નથી, એમ ને એમ કેમ બેસી રહ્યો છે. હવે બળદીયા તૈયાર થયા છે, બરોબર ગાડાં જોડ. ખસી કર, આવું બોલે તે અનર્થદંડ, જેમ ખેતર ખેડતા નથી ને ભૂખે મરી રહ્યો છે. તેને ભાડું ન આવે અને તેની હેરાનગતિ હોય તે દેખીને બળદ, ઘોડા, પલેટ, ખસી કરાવ, આવું કહેનારા શ્રાવકને અનર્થદંડ લાગે.