________________
પ્રવચન ૧૦૩ મું
[ ૯૧
ઉપરની ધર્મશ્રદ્ધા, તેમની સેવા ભક્તિ, ધર્મની ક્રિયા આ બધું સમ્યકુત્વ તરીકે તે ફળને નામે ઝાડ બેલાય છે. જે ઝાડ ઉપર કેરી આવી તેને આંબે કહીએ છીએ. કેળાં, જાંબુ વિગેરે ફળને લીધે આખા ઝાડનાં નામને તે જાતના ઝાડ કહેવાય છે. એવી રીતે સુદેવાદિકની શ્રદ્ધા અને તેમની સેવાભક્તિ, આદર વિગેરે સમ્યક્ત્વના ફળો છે.
ગ્ય ઋતુએ ફળ હોય, એગ્ય ઋતુ ન હોય તો ફળ ન હોય, છતાં ફળ વગરના ઝાડને તે નામે જ ઓળખીએ છીએ. તેવી રીતે મનઃપર્યાપ્તિને દેવાદિને સંગ હોય તો તે વખત આરાધના રૂપી ફળ દેખી શકીએ. સિદ્ધપણું પામ્ય હાય, અપર્યાપ્ત દશા હોય, તે વખતે મનની સામગ્રી હોતી નથી. અપર્યાપ્તાને ભવિષ્યમાં મળશે, પણ તે વખત મન:પર્યાપ્તિ હોતી નથી. સિદ્ધિને મન હોતું નથી છતાં તેમને સમ્યક્ત્વ છે. શુદ્ધ દેવની સેવા, પંચ મહાવ્રત પાળનાર ગુરુની ભક્તિ અને વિનય, દયાદિકની ક્રિયા એ સમ્યક્ત્વ નથી. ત્યારે સમ્યફત્વ કઈ ચીજ ? દેવ-ગુરુ-ધર્મની માન્યતાને સમ્યકત્વ કહીએ તે સિદ્ધ મહારાજને સમકિતવાળા ઠરાવવા મુશ્કેલ પડે. અપર્યાપ્ત જીવોને સમ્યકત્વ માનવું મુશ્કેલ પડે. કેમકે તેઓને મન નહીં હોવાને લીધે દેવ, ગુરુ, ધર્મ સંબંધી વિચાર કરી શકતા નથી. તેમ એકલી આરાધનાને સમ્યકત્વ કહેતા નથી. સમ્યફત્વ ચીજ કેવળ આત્માની પરિણતિ ઉપર છે. જે તેને સમ્યકત્વ કહીએ તે સિદ્ધમાં તે હોવાનો સંભવ છે. સમ્યકત્વના સાધનો સમ્યક્ત્વ રૂપે બહારથી રહેલા છે તેને પણ આત્માથી ભિન્ન જણાવેલા છે. અનાદિથી વળગેલાં આહાર, શરીર, ઇદ્રિય તેના વિષયે અને તેના સાધન ભિન્ન છે.
જ્યારે સમ્યક્ત્વના કારણમાં પ્રથમ જિનેશ્વર સુદેવ છે. હીરાની કિંમત કરોડોની પણ તે અજવાળા ઉપર આધાર રાખે છે. અજવાળું ન હોય તો હીરા અને પત્થરમાં ફરક કે? તેવી રીતે આ જીવને આખું જગત અંધારી ગુફામાં ઘુચવાએલા મનુષ્યના ટોળાં જેવું લાગે છે. અંધારામાં પણ સ્પર્શ ઈદ્રિય બંધ ન હતી, ખાવાને રસ ચાખી શકતા હતા, સુંઘી શકતા હતા, શબ્દ સાંભળી શકતા હતા છતાં દેખવા લાયક પદાર્થ દેખી શકતા નથી. તેથી અમુંઝણ કેવી લાગે છે? દીવે.