________________
૮૮ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
મહાવીર ભગવાન સમેાસર્યા. શ્રેણિક આડખર સાથે વંદન કરવા ગયા. એમના પણ આ ભગવાન વડેરા છે. શ્રેણિકને છેડીને ભગવાનની સેવામાં જાય છે. પ્રભુ પાસે જાહેર કરે છે કે-મારા માબાપે કહ્યું હતું કે વડેરાની સેવા કરવી ' અને તેથી માબાપની સેવા કરતા હતા. જિંદગીના ભાગે પણ એમના વડેરા મળ્યા એટલે તલાટી, અનુક્રમે શ્રી અભયકુમાર પછી શ્રેણિક હવે તેના વડેરા આપ છે. માટે આપની સેવા કરીશ. ભગવાન કહે છે કે-મારી સેવા કરનારે પહેલા મારે આપેલા ચાંદ-વેષ પહેરવા જોઈએ. નહિંતર મારી સેવામાં રહેવાના અધિકાર નથી. નાકરી આવનાર સીપાઈ પટ્ટો નહીં પહેરૂ એમ કહી શકે જ નહિં. ભગવાનની સેવામાં રહેવા માટે પુષ્પશાલ તરત જ સાધુપણુ લીધુ. પુષ્પશાલે કેટલી પરીક્ષા આપી અને કેટલો અભ્યાસ કર્યાં ? કેટલા દિવસ પાસે રાખ્યા હશે. ‘કરેમિ ભંતે' પણ સાધુપણું દઈ ને પછી શીખવવું. શ્રાવકના ‘કરેમિ ભંતે” કરતાં સાધુના કરેમિ ભંતેના પાઠમાં શા શબ્દના ફરક છે. આ સૂત્ર પણ સાધુપણું દ્વીધા પછી શીખવવું. અભ્યાસને આગળ કરનારા લગીર ધ્યાનમાં લેજો, મહાનુભાવા ! પહેલા ચાપડા બતાવો કે મુનિમગીરીનું મત લખાવે છે? પહેલા
આ મુનિમગીરીના ખતમાં આવે પછી આ ચાપડા સોંપાય. એ વાત સાધુપણું લીધા પછી કરેમિલતે શીખવવું, એ ઉપરથી સાબીત થાય છે. આચારાંગના પહેલાં અધ્યયનમાં પૃથ્વીકાય, અકાય પછી તેઉકાય નહીં કહેતાં તુરત વનસ્પતિકાય, એ ક્રમે કહ્યું. વચમાં વનસ્પતિકાય કેમ? તે માટે શાસ્ત્રકારે-ઉત્તર દીધા કે-નવદીક્ષિતને વનસ્પતિકાયમાં જીવપણાની શ્રદ્ધા કરવી અનુકૂળ પડે. તેઉકાય, વાઉકાયમાં સજીવપણાની શ્રદ્ધા કરવી મુશ્કેલ છે. વાઉકાય, વનસ્પતિ પછી કહ્યુ. આચારાંગ જાણવા માંડેલાએ તેવી સ્થિતિમાં હાય કે તેઉકાય, વાઉકાયને જીવ માનવા મુશ્કેલ પડે. જે કઠીયારા લાકડાના ભારા લાવનાર, જે ચારા ધાડ પાડીને નીકળેલા કન્યાનુ ડોકુ કાપેલુ હાથમાં તરવાર ને મસ્તક, આવા કેટલા અભ્યાસમાં ચાલ્યા હશે ? ભગવાન ઋષભદેવ કરતાં આજના કાળમાં પતિતની સંખ્યા ઘણી ઓછી છે. ભગવાન ચાર હજાર જોડે દીક્ષિત, ખાર મહિનામાં એકે સાથે નહિં. મહાવીરની સામે-હાજરીમાં