________________
૮૪ ]
શ્રી આગમેદ્વારક-પ્રવચન-શ્રેણી
ધૂળમાં જાય. ફૂક દેતા ન આવડે તે રાખોડા ભેળું સેનું પણ ઉડી જાય. ધમેલામાં સેનાની લગડીઓ નથી હોતી. પાણીના છાંટા જેવું સોનું અને સાથે કચરે હોય છે. ફંક દેતાં ન આવડે તો રાખોડાની સાથે સોનું ઉડી જાય છે. કુંક દેતાં સાવચેતી ન રાખે તો ધન્યું એનું ધૂળમાં જાય, તેવી રીતે આત્મા ૭-૮-૯-૧૦-૧૧ મા ગુણઠાણા સુધી આવ્યો. સેનું ધમી તૈયાર કર્યું પણ કુંક દેતાં સાવચેતી એવી રાખે કે રાખોડે ઉડે પણ સેનું ન ઉડે. એવી રીતે સાવચેતી ન રહે તે અગીઆરમે ચડેલો પ્રાયઃ વિતરાગ થએલે મિથ્યાત્વ અવિરતિ કષાયને વિસારી દીધેલા હોય તેવી દશામાં આવેલો ચકી ખાઈને પડે તે ઠેઠ નીચે જાય છે. પડે પડે પણ ભોંયથી નીચે કયાં પડે? અહીં પણ અગીઆરમેથી ગાબડે તે ઠેઠ તળીયે એટલે પહેલે મિથ્યાત્વ ગુણઠાણે આવે છે. આ પ્રભાવ કોને? સંજવલન કષાયને. બીજા કષાયે પણ સાથે આવી જાય છે. ઉપશમશ્રેણિએ ચઢીને અગીઆરમે પહોંચેલે નીચે પડે. પડતાં પડતાં સંજવલન પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની વિગેરે બધા ઉદયમાં આવી જાય પણ એ કીલ્લાની ઈંટ કાઢી કોણે? સંજવલનના કષાયે. પહેલવહેલો ઉદય કોને પડતી વખતે પહેલો ઉદય સંજવલનને, પછી પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની અને છેવટે અનંતાનુબંધી. સાધુપણું લીધા પછી પણ જે કષાયને ચૂરી ન શક્યા હોય તે બધા કષાને તેડી લાવે છે. પ્રત્યાખ્યાનાવરણીય અપ્રત્યાખ્યાનાવરણીય અને અનંતાનુબંધીને યાવત્ મિથ્યાત્વને તેડી લાવનાર સંજવલન. આવા પ્રકારનો સંવલન હોવાથી તેને મિથ્યાત્વ અને અવિરતિને કાકો કહ્યો. ઔપશમિક સમ્યક્ત્વવાળો પહેલે ગુણઠાણે અને ક્ષાયિકવાળો ચોથે ગુણઠાણે આવે. સંજ્વલનના ભસે સાધુઓ ભૂલા ભમે છે, પણ એ ટેવ તમારામાંથી લીધેલી છે. તમારી અવસ્થામાં પંદર આની અધર્મ રહ્યો હતો, એક આની ધમ થયા હતા, તેટલામાં પણ પિતાને ધર્મીપણામાં ખપાવવા તૈયાર થયા હતા. અધર્મને ઢાંકવાની ટેવ પડી હતી અને તે જ ટેવે સાધુપણું લીધું તે પણ સંજ્વલનની દરકાર રહી નહિં. સાધુપણું લીધા પછી સંજવલનની દરકાર રહે તે માટે તીર્થકર હજાર વરસ અને સાડીબાર વરસ છદ્મસ્થપણે ફર્યા પણ પલાંઠી વાળી