________________
પ્રવચન ૧૦૨ મું
[ ૮૫
બેસવાનો વખત લીધો નહીં. તમારા કરતાં કયા કમ બાકી હતા? ઉત્તમોત્તમની કટિમાં આવેલ તીર્થકરે કર્મનો ઢાંકપીછોડો કરે નહિ.
વીરપુત્ર થવાની લાયકાત કેટલી કેવી? સાધુપણું લીધું હતું. તમારા કરતાં ઘણા ઓછા કર્મ બાકી છે છતાં પણ કર્મ ખપાવવા કેડ બાંધી રાખી હતી તે કેડ છેડી નથી. આટલા કરમના કીડી જેટલા ભાગ ઉપર જેઓ હજાર અને સાડીબાર વરસ સુધી જંપીને બેઠા ન હતા, તે પછી તમે કરમનું કટક કેમ નથી દેખતા? તેમના પુત્ર કહેવડાવવા માગે છે. વીરપુત્રે બેલો છે. જેમના સેવક થવાની તાકાત તમારામાં આવી નથી. ભગવાનની સેવામાં રહેલા સેવક તરીકેની લાયકાત જેમનામાં આવી નથી, તે વીરપુત્ર કહેવડાવવા માગે છે. શું સમજવું? જેમની મેજડી ઉપાડવા લાયક ન હોય તે વારસદાર બનવા આવે તો તમને વીરની સેવા મળવી મુશ્કેલ, ત્યાં તમે વીરપુત્ર બની જાવ છો? મહારાણનો કુંવર થાય તેને લેકલજજાએ મહારાણાની નીતિ જાળવવી પડે છે. નહીંતર તેને કુલાંગાર કહેવું પડે. પાદશાહને બીજા રાજાઓ જેમ દીકરી આપી આવે તેમ જે મહારાણા કુંવર બહેન-બેટી આપી સુલેહ કરે તે તેને પહેલા નંબરને કુલાંગાર કહેવો પડે. વીરને રસ્તે ન ચાલે તે વરના પુત્ર કે કુલાંગારો વીરના પુત્ર તરીકે જાહેર થાઓ અને બાયડી છોકરા ધન, માલ, આરંભ–પરિગ્રહમાં આસક્ત રહે છે. ખરેખર તમે દેવતાની પાછળ કોયલા પાક્યા. દાનેશ્વરી શેઠીયાનો છોકરો હોય અને તે માગવા નીકળ્યું હોય ફલાણા શેઠના છોકરાને દાન આપ-એમ બેલે? અરે તમે પૂછો કે–તું કોને કરે? નામ દેતાં શરમાય! બાપની ઉત્તમતાની જગતમાં પ્રસિદ્ધિ ધ્યાનમાં રાખી બાપનું નામ ન લઈ શકે. એ ચપ્પનીયું લઈ ફરનારે આ વર્તને બાપની બદનામી જાહેર કરે છે. મારા બાપને ઓળખવા લાયક નથી. ઉંચી સ્થિતિમાં પિતાનું નામ ફલાણું પણ આ સ્થિતિમાં બાપ છતો હોય તે પણ નામ લેવું લાયક નથી. નામ લેવું એ બાપની બદબાઈ છે. તેવી રીતે મિથ્યાત્વ અવિરતિ કષાયના કંગાળ વીરપુત્ર કહેવરાવે તે શું જોઈને બોલે છે? પ્રભુ મહાવીરની અને તારી સ્થિતિ કયાં? પુત્ર તરીકે હેય