________________
પ્રવચન ૧૦૨ મું.
[ ૮૧
શ્રદ્ધાવાળા બારવ્રતધારી સર્વથા વિરતિ ન હોય તે અધર્મી? હા, અધર્મી શબ્દથી ઉભગી જશે નહિ પણ આત્માથી વિચારજો કે ધર્મથી આત્મા કેટલે વિમુખ છે? સામાયિકાદિક કરનાર શ્રાવકને શાસ્ત્રકાર ધમ્માશ્મિ -એટલે ધર્માધર્મી કહે છે, એટલે અધમીંપણનું તિલક હજુ કાઢી નાખતા નથી. ધર્મી પણું કયું? ઘર, બાયડી, છોકરા, માલ સંભાળ તેનું નામ અધર્મીપણું. ધમ પણું જે સ્થૂલ હિંસાને ત્યાગ, મૃષાવાદચારી અને પરસ્ત્રીગમનને ત્યાગ, પરિગ્રહનું પરિમાણ કર્યું એટલું જ ધર્મપણું, બાકીનું અધર્મી પણું. પંદર આની અધમ પણું ને એક આની ધમપણું. આ બે ભેગા કરવાથી ધર્માધર્મી. આ ઉપરથી વિરતિ અંશથી કરી છે તેટલે ધર્મ. જે અંશમાં વિરતિ નથી કરી તેનું નામ અધર્મ દરદ ઉપર ઢાંક-પીડે કરનારે, દરદ છૂપાવવા માટે ડોકટરને ઠગનારે દરદની દવા કયારે લઈ શકવાને? આપણામાં પંદર આની અધમપણું રહેલું છૂપાવવા માંગીએ છીએ અને ધર્મીપણામાં ગણાવીએ તો પંદર આની અધમ પણું તેને કાઢવાનો વિચાર, તેને ઉપાય ગોઠવવાને નિશ્ચય કર વિગેરે થવાનું કયારે ?
સવ સાવઘને ત્યાગ કરનાર જ ધમ કહેવાય.
જે દરદને ઓળખવા માગશે તે મનુષ્યને દરદની દવાને એટલે દરદ મટાડવાને વિચાર ઘણો જ ઓછો આવશે. ધમપણાના પરમા
ને પીછાણનારા સર્વ સાવદ્ય ત્યાગ કરે. જ્યારે અવિરતિપણું રહેલું છતાં ગણતરી ન કરી તે સાધુપણું લીધા પછી તમે તમારા દરદો દબાવવાવાળા કેમ થશો ? અંદર કષાયનું રહેલું જેર-કષાયની સ્થિતિને દરદપણે ગણી શકશો ક્યાંથી? સાવદ્યત્યાગ ભલે કર્યો તે કરવાથી મિથ્યાત્વના દ્વાર અવિરતિના દ્વાર રેકાયા છતાં પણ તે બન્નેને કાકે કષાય છે. એને ટાળવા કટીબદ્ધ થાઓ. વીતરાગપરિણતિને પલટાવનાર કે પદાર્થ હોઈ શકે ?
વિરતિ લેવા માત્રથી વિમાન અથવા મોક્ષની નિસરણી મળી ગઈ છે એમ માનશે નહિં. કારણ કે પહેલાની તેવી ટેવ પડી ગઈ છે. દર દને છૂપાવવું એવી જે ગૃહસ્થપણામાં ટેવ પડી છે, તેને લીધે સાધુપણું લીધા છતાં પણ કષાયનું દરદ હજુ રહ્યું છે. એ દરદ કેવું છે? મિથ્યાત્વ
૧૧