________________
પ્રવચન ૧૦૧ મું.
[ ૭૧
થયે હેય તે શુદ્ધ દેવાદિક સિવાય બીજાને માને નહિ. આત્માના સમ્યક્ત્વરૂપી ગુણનું જીવાદિક કે દેવાદિકની શ્રદ્ધા કરવી તે કાર્ય થયું. તે હંમેશાં નિયમ છે કે-કાર્ય હોય ત્યાં કારણ જરૂર હોય, કારણ હોય ત્યાં કાર્ય હોય અથવા ન પણ હોય. બીજ હોય ત્યાં બધે અંકૂર ન હોય. બીજ કારણ છે ને અંકુરે કાર્ય છે. પણ જ્યાં
જ્યાં અંકુરે ત્યાં ત્યાં બીજ હોય એવું બોલવામાં આપણને અડચણ નથી. કારણ હોય તે કાર્ય હેય પણ ખરું ને ન પણ હોય. જેના આમામાં સમ્યક્ત્વ થએલું હોય ત્યાં મનના મુદ્દગલો હોય ખરા અને ન પણ હોય અને તેથી શ્રદ્ધાના પુદગલે ન હોય તો પણ સિદ્ધોમાં, અપર્યાપ્તામાં મન નથી છતાં ત્યાં શ્રદ્ધા રૂપ પરિણામ કાર્ય ન હોય તે પણ તેમને સમ્યકત્વ હોય છે. જેના આત્મામાં સમ્યક્ત્વ હોય છતાં મનઃવગણાના પુદગલ ન લેવાથી શ્રદ્ધા રૂપ કાર્ય ન હોય. પણ શ્રદ્ધારૂપ કાર્ય હોય ત્યાં આત્માના ગુણરૂપ સમ્યક્ત્વગુણની જરૂર હૈયાતી હોય જ છે. કેઈપણ શાસ્ત્રકાર આ વાત કેમ નથી જણાવતા કે શ્રદ્ધા એ સમ્યક્ત્વનું કાર્ય છે. સમ્યક્ત્વ એ તે આત્માના પરિણામ છે. આમ ચોકખી વાત કેમ નથી કરતા? શું શ્રદ્ધા વગરનાને અમારે સમકાતિ કહે પડશે ? શું એ શાસ્ત્રકારને ડર લાગે ? જે દેવગુરુ ધમની જીવાદિકની શ્રદ્ધા વગરના તેમને પણ સમકિતી માનવા પડશે. કારણે જે બીજ તાકાતવાળું હોય, જે અંદરથી સડી ન ગયું હોય, પિલું ન હોય તેવા બીજને પાણી-માટીને સંગ થાય તો અંક થયા વગર રહે જ નહિ. બીજ હોય પણ એને કારણે ન મલ્યા હોય તે અફરે ન હોય. કારણ મલ્યા અરે ન ફૂટે તે તેનું નામ બીજ જ નથી, તેવીરીતે આત્માના દર્શન મેહનીય ને અનંતાનુબંધીના ક્ષય ક્ષયોપશમ કે ઉપશમને લીધે થએલ ગુણ તેજ સમ્યકત્વ.
શ્રદ્ધા એ સમ્યક્ત્વનું કાર્ય છે અને જોડે મનરૂપી કારણ મળી જાય તે જીવાદિકની દેવાદિકની શ્રદ્ધા થયા વગર રહે નહિં. જ્યારે મન રૂપી કારણ ન હોય અને શ્રદ્ધા ન હોય પણ મન રૂપી કારણ મળ્યું હોય છતાં શ્રદ્ધા ન હોય તેને સમકિતીપણામાં ઘુસવાનો હક નથી. માટે શ્રદ્ધા શૂન્ય મિથ્યાત્વી એકે