________________
૭૪ ]
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી
SK
:
તેથી આપણી જ માલિકીને-આપણા જ કબજાને છે. શ્રદ્ધા ગુણ આપણી માલિકને પણ કબજાને નહિં. મનના પગલે શ્રદ્ધા રૂપ આવે ત્યારે માલિકી રહે પણ કબજે ન રહે. અને આત્માના ગુણ સમ્યકત્વને લઈએ તો આપણી માલિકીને આપણા જ કબજાને. માલિકીની અને કબજાની ચીજ છતાં સદુપયેગાદિક કરી શકીએ નહિં. દુરુપયોગાદિકના પરિણામ જાણીએ નહિં. ત્યાં સુધી વ્યવસ્થા કરવાને હક મળે નહિં. સમ્યક્ત્વ આત્માની માલિકીની કબજાની ચીજ છતાં તેને સદુપયેગ કેમ થાય તેને ખ્યાલ નથી. દુરુપયેગ અનુપગ થાય તેનું પણ ભાન નથી તે પછી ત્રણ ઉપર આપણે કબજે કેમ રહે? સદુપયોગ ધારીશ તે પ્રમાણે કરી શકીશ, દુરુપયોગ કે અનુપયોગ પણ નહીં થવા દઉં એવી મારામાં તાકાત છે.
હિન્ડનબર્ગની હિલચાલથી કમરાજાની
હીલચાલ અધિક અજબ છે. જેટલા જિનેશ્વરના શાસનને જાણે છે–માને છે તે સમ્યફવવાળા છે. છતાં તેના સદુપયોગ માટે તેણે કેડ બાંધી ચૌદની લડાઈમાં કહેવાયું કે ડિંડનબર્ગની હીલચાલ જેવા આંખમાં તેલ નાખી જુઓ નહીંતર એ શું કરશે તેને પત્તો નહિ લાગે. સાંજરે ડાન્યુબ નદી ઓળંગી તે વખતે કંઈ નહિં અને રાતમાં લશ્કર, દવાખાના, ખાઈ પૂરવી, પુલ નાંખો વિગેરે સામગ્રી સાથે લશ્કર ઉતર્યું બીજે દહાડે જોયું તો રાતેરાત ત્રણ લાખ લશ્કર લઈ આવ્યા. પૂલ બાંધે ને રાતરાત બચાવની સર્વ સામગ્રી તૈયાર કરી. હિંડનબર્ગની હિલચાલ કરતાં કર્મરાજાની અજબ હીલચાલ છે. આવી રીતે માનેલા શત્રુ પર દેખરેખ ન રાખો કે તે શું ન કરે? આ તે કર્મરાજાની હિલચાલમાં સમય સમયની દેખરેખની જરૂર છે. હિન્ડનબર્ગની હિલચાલમાં ડચકારે સાવચેતી દેવી પડી, પણ કર્મની કઠણ હિલચાલમાં તમે તે શું પણ ગૌતમસ્વામી સરખા ચાર જ્ઞાનના ધણી ચૌદ પૂર્વ ને બારે અંગ જેમણે બે ઘડીમાં બનાવ્યા છે એવા મહાપુરૂષને પણ સમય સમયની સાવચેતી રાખવાનું સમજાવાય છે. સમર્થ જોયા ! માં ઉમાશા-હે ગૌતમ! સમય માત્ર પણ પ્રમાદ ન કર. ભગવાન મહાવીરે કર્મના જબરજસ્ત જોદ્ધાને જ્યાં