________________
પ્રવચન ૧૦૧ મું.
[ ૬૯
કક્યાંથી લાવવી? અને શ્રદ્ધા ન હોય તો તત્વની અશ્રદ્ધા રૂપ મિથ્યાત્વ માનવું પડે. શ્રદ્ધા ન હોવાથી સમ્યક્ત્વ નથી એમ માનવું પડે. જે પહેલા ભવથી ભાયિક કે લાપશમિક સમકિત લઈને આવે છે, તે આવવાની સાથે મનવાળા હોતા નથી.
મનનશક્તિ કેને ક્યારે આવે ? કારણ બીજા ભવથી આવતે જીવ પહેલાં શું કરે? આહાર લે. આ બધી પાંચની પંચાતને છની જડ કઈ? આહાર મલ્યો એટલે શરીર થયું. શરીર પછી તેમાં ઇંદ્રિય, ઇદ્રિય થઈ એટલે તેને વિષય અને વિષય પછી તેના સાધનો, વિષયેના સાધન મેળવ્યા એટલે વિષય-કષાયની બહાદુરી અને સાધનો ન મલ્યા તો મૂર્ખાઈ. કહો શૂરવીરપણું શામાં છે? વિષાનાં સાધનો પારકા લૂંટી એકઠાં કર્યા તેમાં જ શૂરવીરપણું એ બધી આહારની પંચાત. આહાર ન હોય તે શરીર નહિં, શરીર ન હોય તે ઇદ્રિય નહિં, ઇંદ્રિય ન હોય તે વિષય નહિં, તેના સાધનને વખત નથી. આહાર ન હોય તે કશું નથી. આ ઉપરથી પહેલ વહેલું બીજા ભવથી આવતા આહાર, આહાર પછી શરીર, શરીર પછી ઈદ્રિય પછી શ્વાસોશ્વાસ પછી ભાષા પછી મનની તાકાત આવે છે.
જ્યાં સુધી મનની તાકાત ન આવી હોય ત્યાં સુધી આ જીવ મનના પુદ્ગલેને લઈને પરિણુમાવી શકે નહિં. જગતમાં પુગલે દરેક આકાશ પ્રદેશ છે. મને વગણના પુદ્ગલો-મનને લાયકના પુદ્ગલ લોકમાં સર્વત્ર ભરેલા છે. ત્યારે હવે મનના પુદ્ગલો બધો છે કેમ નહીં લેતા હોય ? લેહચુંબક લોઢાને ખેંચવાની તાકાત ધરાવે છે, બીજે પદાર્થ ચાહે એટલે નજીક જાય તે પણ ખેંચવાની તાકાત ધરાવતો નથી. એવી રીતે દરેક આકાશે ભરેલી મને વર્ગણા છે, પણ એની લેવાની તાકાત સંસી પણાનું કામ હોય તેને જ હોય છે, આપણે ખોરાક લઈએ છીએ પેટમાં નાખીએ છીએ પણ જેની જઠરામાં તાકાત હોય તેજ ખેરાક પરિણમાવી શકે છે. જેની જઠરામાં તાકાત ન હોય તેમને
રાક એમને એમ નીકળી જાય. સંગ્રહણના રેગવાળ જેવો ખેરાક લે તે તરત નીકળી જાય છે. કારણ સંગ્રહણીવાળાની જઠરામાં જેર નથી. તેથી જે ખાધે તેવો જ નીકળી જાય છે. પણ