________________
૬૮ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
વકીલ તરીકે ન લે અને અસીલ તરીકે જોખમદારી સમજી બેલે, તે ૪-૫-ગુણઠાણે રહેલા છતાં આખા નગરના મુખ્ય મુખ્ય માણસા આગળ પેાતાની નિંદા કરે. કાલા મહેલના ચાર શ્રાવકો પોતાનું અધર્મીપણુ કેવી રીતે જણાવે છે. તે અધિકાર અગ્રે વર્તમાન,
પ્રવચન ૧૦૧ મું
સંવત ૧૯૮૮ ભાદરવા વદી ૨ શુક્રવાર. મુંબઈઅંદર
શાસ્ત્રકાર મડારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કે ધમ એ કેવળ આત્માની જ વસ્તુ છે. ખાદ્યમાં દેવની પૂજા, ગુરુની ભક્તિ, ધર્મની ક્રિયા એ બધા જે ધર્મ તરીકે ગણવામાં આવેલા છે. તે માત્ર ઉપચારથી, પણ વસ્તુતઃ કારણની અંદર કાર્યના ઉપચાર લેાકેા અને શાસ્ત્રકાર કરે છે. ટાઈમસર વરસાદ આવે ત્યારે લેાકેા કહે છે કેસાતું વરસે છે. શ્રાવણમાસથી બંધ પડ્યો હોય અને એક મહિના ખેચી લીધા હૈાય તેવા વખતમાં એક વરસાદ પડેતા તે ધાન્યની નિષ્પત્તિ કરે છે. વરસે છે પાણી છતાં જગત કહે છે કે-સાનું વરસે છે. કયા મુદ્દાથી ? રિદ્ધિ-સમૃદ્ધિના કારણ તરીકે રહેલા એ વરસાદ એને સાનું ગણ્યું. તેવી રીતે શાસ્ત્રોમાં પણ જે કારણ તરીકે હાય અને જો એ મુખ્ય હોય તેા તેને કાય તરીકે ગણી શકીએ. શુદ્ધ દેવ ગુરુ અને ધર્માં એ બધાને આપણે સમ્યક્ત્વ-ધમ ગણીએ છીએ. ખરી રીતે એ સમ્યક્ત્વ નથી. આપણે નવતત્ત્વની શ્રદ્ધા લ્યા, પણ નવતત્ત્વની શ્રદ્ધા એ પણ સમ્યક્ત્વ નથી. કારણ કે જે નવતત્ત્વની શ્રદ્ધાને સમ્યક્ત્વ કહેવામાં આવે. તેા શ્રદ્ધા એ મનના પરિણામ છે. જેમને મન ન હોય તેઓને હવે સમ્યક્ત્વ રહેશે નહિં. જ્યારે નવતત્ત્વની શ્રદ્ધાનું નામ સમ્યક્ત્વ કહ્યું. એ તા જેમને મન હોય તેમને જ શ્રદ્ધા હોય. મન ન હાય તેમને શ્રદ્ધા હોય જ કયાંથી ? ગામ નથી તેા સીમાડા કયાંથી લાવવા ? મન નથી તેા મનના પરિણામ રૂપ શ્રદ્ધા લાવવી કયાંથી ? સિદ્ધ મહારાજને મન છે કે નહિં ? જે તેમને મન નથી તે! શ્રદ્ધા