________________
શ્રી આગોદ્ધારક-પ્રવચન-શ્રેણી
બોલે? કદાચ તમારા સંતોષ ખાતર માને કે નથી સમજતા, આખી જિંદગીના તમારા વર્તને દેખે અને વિચારો કે આપણે માતાને પેટે સમજીને કે અણસમજથી અગર કમના સંગે આવ્યા. પિતાના કુળમાં અણસમજ્યા કમસયેગે આવ્યા તે વખતે વિચારની તાકાત ન હતી. તમારો ધણી-ધણીયાણીને સંબંધ થયો, લેણદાર-દેણદાર તરીકેને સંબંધ થયે એ બધા સમજીને થયા? વગર સમજ્યા પણ કર્મના સંગને અનુકૂળ જોડાવાનું થાય છે. અને આ વાત દરેક આસ્તિકને માન્યા સિવાય ચાલતી નથી.
ગાયકવાડ ગાદી મળી ત્યારે શું સમજતા હતા?
જેવી રીતે મહારાજા ગાયકવાડ કમલા ગામથી વડેદરે શું સમજીને આવ્યા? એ તે ગાય, ભેંસ, બકરા, બકરી ચરાવવાનું જાણતા હતા. કહો કેને સંકેત ? (સભામાંથી) કર્મને સંકેત. કયાં કમળ ગામ દક્ષિણમાં અને કયાં વડોદરાની ગાદી. નાની ઊંમરમાં કમળા ગામથી વડોદરાની ગાદીએ બેઠા, તે કહો કે તેમની મૂર્ખાઈ થઈ અને તમારે જાહેર કરવું જોઈએ કે-અણસમજમાં થએલી વસ્તુ છેડી ઘો? ૭૦ વરસે મને આમ નથી થતું તે પેલા છોકરાએ કેમ ગાદી લીધી? વડોદરામાં તેવા કેઈ ન હતા? આઠને ને સાત વરસનો છોકરે શી રીતે ગાદીએ આવ્યા? કર્મના જેરે આવેલા પ્રત્યક્ષ દેખીએ છીએ. તમને ૭૦ વરસે પગે ચાલતા કીડી ચઢે છે. સાત આઠ વરસના બાળસાધુઓ માઈલો સુધી વિહાર કરે છે. પરમાર્થ કાર્યમાં પથરી નાખવાના રસ્તા ખેલાય છે. ન્યાય કરનારને વિચાર કરવો પડે છે. એક બચ્ચાંને પણ જે વિરાગ્યના માર્ગ તરફ વળવું થાય છે. અણસમજુ છે, મૂખ છે, પણ વળવું ક્યારે થાય ? પહેલાંના સંસ્કાર હોય તો અજ્ઞાનપણામાંઅજાણપણામાં પૂર્વના સંસ્કારથી વળવાનું થાય છે. પહેલાના ભાવમાં સંયમ સાધના કરતાં અટકી ગયા છે તે બાળજોગી બીજા ભવમાં થાય. એક બાપ પોતાના બે છોકરાને દીક્ષા રાજીખુશીથી દેવડાવવા માગે છે. તે વખતે એક કહે છે કે–મારે નથી લેવી. જેને પૂર્વના સંસ્કાર નથી તેનું મન તે તરફ ઢળતું નથી. અને પૂર્વના સંસ્કારવાળાનું મન સંસકારથી તે તરફ વળે છે. નિશાળે કરે કઈ હસતે કઈ રીતે