________________
૬૪ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
उद्वेगकृद्विषादाढ्यमात्मघातादि कारणम् । आर्तध्यानं हृदो मुख्यं वैराग्यं लोकतो मतम् ॥३॥ वैराग्याष्टकम् . જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કોને કહેવાય?
ઈષ્ટના વેગથી ને અનિષ્ટના સંગથી જે વૈરાગ્ય થાય, એટલે દુનિયાના પદાર્થોથી રાગ ખસી જાય, જે વૈરાગ્યમાં ઉગ ઉદ્વેગ રહ્યા કરે, વિખવાદ થયા કરે. યાવત્ આત્મઘાતાદિ કારણું એટલે પોતે મરવા તૈયાર થાય, માથું ફેડવા તૈયાર થાય, પછાડીયા ખાવા તૈયાર થાય, આવી દશાનું નામ તે દુઃખગર્ભિત વૈરાગ્ય. ચાલુ કાળમાં દુઃખગર્ભિત શબ્દ વાપરતા હોય તેમને પૂછી શકશે કે-દીક્ષિતના માબાપ, બેટી કેઈ મર્યા નથી. દુખગર્ભિત અનિષ્ટના કારણે હોય છે, તે તેને તે તે કંઈ નથી. છતાં પૂછાય તે દીક્ષિત કહે કે-શી રીતે તું તેને દુઃખગર્ભિત કહે છે. દુઃખ આવ્યું ને સાધુપણું લીધું એ લક્ષણ તે તારા ઘરનું બાંધ્યું. દુઃખગર્ભિતનું શાસ્ત્રમાં લક્ષણ તે પૂર્વે મેં જણાવ્યું તે છે. સગર ચક્રવર્તીએ ૬૦ હજાર પુત્ર મર્યા ત્યારે દીક્ષા લીધી, સનત કુમારે રેગ થયે એટલે દીક્ષા લીધી, ભગવાન મહાવીરે માબાપ મર્યા એટલે દીક્ષા લીધી, તે તે બધાને શું દુઃખગર્ભિત દીક્ષિતમાં ગણશે? બાહુબળજીએ પણ અભિમાન આવ્યું તેથી દીક્ષા લીધી, મુઠ્ઠી ઉપાડી પણ પાછો વિચાર આવે કે-ભાઈને મારવા એ ઉચિત નહિ ને મુઠ્ઠી ખાલી પણ ન જાય. માટે દીક્ષા લીધી. એ અભિમાનથી દીક્ષા લીધી. વાણીયા મૂછ નીચી કરી હોત તે દીક્ષાને સંબંધ ન હતા. તમારી અપેક્ષાએ ક્રોધ, અભિમાન, લેભે, માયાએ નીકળે તે એકે ય કામના નથી. તમારે તે તે બધાને દુઃખગર્ભિત-મહગર્ભિત ગણવા છે. સમજ્યા વગર ટાઈટલ આપી દ્યો છે, તે તમારી વેલે શી થશે?' મેહથી ભાઈબંધે દીક્ષા લીધી અને પોતે તયાર થાય અને મેહથી દીક્ષા લે. બાપે, માએ દીક્ષા લીધી એટલે પુત્ર દીક્ષા લે તે બધું મોહગર્ભિત? કેવળી પ્રત્યેકબુદ્ધ ચૌદપૂર્વીઓ આટલાને જ સૂત્ર કરવાની સત્તા આપી. જે તમને સત્તા આપી હતે તે કેટલું સત્યાનાશ વાળત? ઋષભદેવના કુટુંબમાં હજારેએ દીક્ષા લીધી એ મોહગર્ભિત? ઋષભદત્ત