________________
પ્રિવચન ૧૦૦ મું.
[ ૬૩
લજ સારી રીતે તેને
નાખ્યા. શ્રેણિક આ સ્થળે વિચારે છે કે- એક બાજુ મેતારજ મારે જમાઈ થાય છે, બીજી બાજુ પ્રાણ સાટે પ્રાણુ લેવા એ મારી રાજનીતિ, વળી કુટુંબલેશ પણ સાથે છે, પણ સાધુ પ્રત્યે મારો પ્રેમ છે-એમ સમજી મુનિને વેશ પહેરી લીધું છે. એણે માત્ર બચવાનો ઉપાય કર્યો છે. શ્રેણિક તે સનીને ઢોંગી માને છે. ગુનાથી છટકી જવાની બારી ખોળનાર સાધુ માને છે. શ્રેણિક સેનીને સાચો વિરાગી માનતો નથી. જોડે જ શ્રેણિક બોલે છે કે-જે વેષ છોડ્યો તે કડકડતા તેલના કડાઈયામાં તળી નાખીશ. આ શબ્દો ક્યારે હોય? સનીને સાચો વૈરાગ્યવાન ગણે હવે તે આ શબ્દ બોલવાનું સ્થાન હતું? ત્યારે કહે. શ્રેણિકે એના વૈરાગ્યને બેટે માને છે. આ વૈરાગ્ય બેલીએ છીએ તે માત્ર વૈરાગ્યની ક્રિયાથી.
દુખગર્ભિત વૈરાગ્ય કેને કહેવાય? વિરાગ્ય એટલે વિષય-કષાય તરફ અરુચિ પછી તે અરુચિ દુઃખને લીધે, મિથ્યાત્વને લીધે કે-જ્ઞાનને લીધે આવી હોય. આપણામાં ઘણું એવા છે કે-જે સંસારીપણામાં સામાન્ય હાલતનો હેય, કડી હાલતનો હોય તે દીક્ષા લે એટલે તેને ચાંદ આપી દે કે દુઃખગર્ભિત વૈરાગ્ય.
આ મિથ્યાત્વી ચાંદ આપે છે. વિરૂદ્ધ સ્વરૂપ ધારવામાં આવે તો મિથ્યાત્વ છે. દુખગર્ભિત વૈરાગ્યનું લક્ષણ કર્યું, કોને ગણવો? શાસ્ત્રકાર કહે છે કે-જેમ કેઈ બાઈ હોય, તેને એકાએક અમુક ઉંમરે એક છોકરો છે, અમુક વખતે તે છોકરે ગત થઈ ગયે. તે વખતે માતાને ખાવા, પીવા, પહેરવા, ઓઢવા, હરવા ફરવા ઉપર મન નથી. આ વૈરાગ્ય થયો, પણ કયો વૈરાગ્ય? દીકરાના દુઃખનો. એવી રીતે કઈ બાઈ પોતાના ધણીના મરણને અંગે ખાવા, પીવા, પહેરવા, ઓઢવાથી મન ખસેડી લે, તે કયે વૈરાગ્ય? દુઃખગર્ભિત વૈરાગ્ય કેને કહેવાય? છોકરે, બાયડી, ધણી કેઈપણ મરી જાય અથવા અફસેસના કારણોમાં તેટલી વખત માટે દુનિયાના વિષય ઓસરી જાય, આ વાત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ અષ્ટકમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે –
इष्टेतर-वियोगादि-निमित्तं प्रायशो हि तत् । यथाशक्त्यपि हेयादावप्रवृत्त्यादिवर्जितम् ॥ २ ॥
સ્વરૂપ