________________
પ્રવચન ૧૦૦ મું
[ ૬૧
બાર પર્ષદા બરાબર બેસી શકે. ભવનપતિ વ્યંતર અને જ્યોતિષ્ક પાછલા ખૂણે, તેમની દેવીઓ પણ પાછલે ખૂણે છે. જે ભગવાન અને પ્રતિમામાં ફરક હોત તે તે દેવીએ પાછળ બેસી શકત નહિ.
ધર્મલાભ શબ્દને મહિમા સમવસરણમાં રહેલા ભગવાનની માફક મંદિરમાં રહેલા ભગવાનમાં પણ ફરક ન ગયે. 'સંપ્રતિરાજાએ બસે વરસ પર જીર્ણોદ્ધાર કરાવ્યા છે અને તે પણ છત્રીસ હજારની સંખ્યા પ્રમાણ. આ જીર્ણોદ્વારને પ્રસંગ કયાંથી? જીર્ણોદ્ધારનો પ્રસંગ કયારે આવે? આ ઉપરથી પહેલાં કેટલા મંદિર હોવા જોઈએ? તીર્થકરની હયાતિમાં પણ તીર્થકરોની મૂર્તિઓ પૂજાતી હતી. શ્રેણિક મહારાજા તીર્થંકરની પૂજા ત્રણેકાળ તીર્થકરની હૈયાતીમાં કરતા હતા. તે પણ એટલા આદરથી કે જે નવા સોનાના જવ ઘડાવવા અને ત્રણેકાળ એકસો આઠ જવને સાથીઓ પૂરે. તેણે સનીને જવ કરવા આપ્યા છે. અહીં સનીએ તૈયાર કર્યા છે. કચ પક્ષી સેનાના જવલા જવ ધાન્ય ધારીને ચરી ગયો છે. સની ભિક્ષા દેવા માટે અંદર જાય છે. ભિક્ષા ચગ્ય ચીજ લઈ તે બહાર આવે છે, ત્યાં જવલા દેખાતા નથી. અહીં શ્રેણિકને પૂજાને વખત થાય તે પહેલા જવલા બીજા તૈયાર કરી શકે તેમ નથી. સેની મનમાં ધારે છે કે મારી દશા ખરાબ થાય છે. તેની આ વિચારથી ભાવિ આફતથી ડરીને મુનિને જવલા આપવાનું કહે છે. રાજાને પૂજાને વખત થયેલ છે. જે નહીં આપે તો મારા પ્રાણ જશે. મુનિ મૌન રહે છે અને કંઈ જાણુતા પણ નથી. ચોરીની શંકા પછીનું મૌન એ ચોરીની કબૂલાત જેવું ગણાય. પેલાએ દેખ્યું કે મુનિએ જવલા લીધા છે. છતાં આપતા નથી. કોણ જાણે શી વ્યવસ્થા કરી હશે. મુનિને વાડામાં લઈ જઈ લીલા ચામડાની વાધરની પટ્ટીથી મસ્તક બાંધીને તડકે ઉભા રાખ્યા. ભીંજવેલ લીલા ચામડામાં કોમળતા હોય. જેમ જેમ તડકે લાગે છે તેમ તેમ કેવું સુકાય અને કેવું કઠિન થાય? ખોપરી ખેંચાવા માંડી ને ખોપરી ફુટી ને મરી ગયા. મેતારજ જે શ્રેણિકના જમાઈ છે. કાષ્ઠની ભારી કેઈએ નાખી છે, તેથી પંખી ઝબકર્યો. તેણે જે જવલા ચર્યા હતા તે તેણે ઓક્યા. ખડ ખડ નીચે