________________
પ્રવચન ૯૯ મું.
[ ૪૯
જેમ બચ્ચાને મા અને કુતરીમાં રહેલ ફરક ખબર છે તેથી બચ્ચાંને રૂંવાડામાં શંકા નથી આવતી. ચક્ર એ લૌકિક પદાર્થ છતાં ભરત ચક્રવતી બોલે છે કે-દુર્ગતિ દેનારું છે. તમારે દેશ કુટુંબ વિગેરેમાં કલ્યાણ દેખવું છે. જેમાં છ ખંડના આધિપત્યવાળા ચક્રને પણ શા રૂપે ગણે છે? દુગતિ દેનારૂં ગણે છે, એવા દુર્ગતિ દેનાર ચકને આત્માની અવ્યાબાધ સ્થિતિ દેનાર પિતાના કેવળજ્ઞાનને સરખું ગયું છે. સોળ પાણીસેળને પરપર તલ હોય છે. એક બાજુ મણ અને બીજી બાજુ રૂપીઆભારનો કઈ તોલ કરે છે? તોલાઈ-સરખામણી કઈ વસ્તુની હોય છે. કેવળજ્ઞાન અને ચક કેમ તોલાય છે? આ કેવળ કલ્યાણ કરશે ઋષભદેવનું, ભારતનું કલ્યાણ ફક્ત ઓચ્છવ કરવાનું છે, છતાં કેવળજ્ઞાનના મહોત્સવ પાસે ચક્રની કિંમત કેડીની છે. જેમને પૂજા-મહોત્સવ નકામા હોય, તેમણે ભારતની હકીકત ધ્યાનમાં લેવી. કેવળજ્ઞાનને ઓચ્છવ અને ચકરત્ન પિતાને મળ્યું છે, છતાં ચકરત્નના ઓચ્છવની ગણત્રી નથી. એ લગીર મનમાં નથી આવી. મહોત્સવ આને કરું કે આને? આ બેની તુલના કરી. ભરત વિચારે છે કે સોનું એ ઉત્તમ ધાતુ છે, અચલ સ્વભાવવાળું છે, એવી તે ધાતુને એક કાળા મેંઢાવાળી ચણોઠીએ તોળાવું પડે. જે ચણોઠીથી અગ્નિ સહન થઈ શકતે નથી. હું કે મૂખ કે કેવળજ્ઞાનને ચક્ર સાથે તેણું છું !
પ્રસંગવશાત્ કરેલી શુભકિયાને કેવી ગણવી?
ભરત દેશના સાંભળ્યા પહેલાં કઈ સ્થિતિમાં હતા? હજુ ભાગવાનની દેશના સાંભળી નથી. દેશના સાંભળ્યા પછી પોતે છ ખંડ સાધવા ગયા છે. ત્યાં વરદામાદિ તીર્થને સ્વાધીન કરવા દેવતાની આરાધના માટે અઠ્ઠમ કર્યા તે ભરતને સમકિતી કહેવા કે મિથ્યાત્વી ગણવા? અઠ્ઠમ કરી ત્રણ પોષહ કર્યા છે, છતાં શું ગણવા? આમાં ચકખું છે. કેવળ દેવતા સાધવા બદલે જ અઠ્ઠમ–પોષા કર્યા છે. તેવી રીતે ભરત ચકવર્તીની પેઠે અભયકુમારે ધારિણીના દોહલાને પુરે કરવા દેવતાને આરાધવા અઠ્ઠમ કર્યો. ક્ષાયિક સમકિતી કૃષ્ણ મહારાજે દેવકીના તિરસ્કારના વચનને લીધે દેવતાને આરાધવા અઠ્ઠમ કર્યો તો શું માનવું ? કૃષ્ણ, અભય અને ભરત વિગેરે મિથ્યાત્વી માનવા કે નહિં? આજની