________________
૫૪ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
પણ બધો વખત મોહમદિરામાં મદોન્મત્ત થઈ ફરું છું. વીરવચનમાં ક્ષણ પણ ઝુકાવી શકતો નથી. તે માટે તે ધર્મી શ્રાવકે પિતાને અધર્મી જણાવે છે. આવા ધર્મિષ્ઠ શ્રાવકો સમુદાયમાં ખુલ્લા દિલથી પિતાનું અધમપણું જાહેર કરે છે. તેથી લૌકિક અને લોકોત્તર દષ્ટિથી તે ધર્મને ઉપયોગ શી રીતે થાય અને સાગારી ધર્મને અંગે ચાતુર્માસિક કાર્યો કયા કરવા તે આગળ જણાવાશે.
પ્રવચન ૧૦૦ મું સંવત ૧૯૮૮ ભાદરવા વદી ૧ ગુરુવાર.
વકીલ સરખું વા–ચાતુય. શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કે આ સંસારમાં આપણે એક સરખી રીતિએ માનીએ છીએ કે-દુનિયા ફાની છે, કે કેઈનું નથી. એ બન્ને પરસ્પર કહેવાય છે, પણ આ વાક્ય અંતઃકરણથી બોલાય છે કે સાંભળેલું બેલાય છે? માત્ર કહેવાને માટે જ, બીજાને દીલાસે દે હોય તે વખતે એ વાક્યને ઉપયોગ કરીએ છીએ. અમુક પ્રસંગે અમુક વાક્ય બોલવું એ વચનની ચતુરાઈ છે. જે એમ ન હોય તો અંદર કેટલું રમ્ય છે તે તપાસ? જગતનેઅસાર કુટુંબને સ્વાર્થના સગા ગણ્યા અને પાપ પુન્ય જોડે લઈ જવાના છીએ, આ બધું બોલાય છે. કેવળ વચન ચાતુરીને અંગે, એ સિવાય અંતઃકરણથી બેલાતું હોય તે વિચાર કરીએ. વાચાતુરી એટલે વકીલની દલીલ. વકીલ વાદીને હોય કે પ્રતિવાદીને હેય તે એણે જે કેસ હાથમાં લીધે તે કેસને યેગ્ય દલીલ રજુ કરે જે જાતને ગુન્હ હોય તેને વકીલ થયેલ હોય અને પ્રતિવાદી કહેવા આવે તે પણ તેને વકીલ થાય. જિંદગી સુધી પ્રતિવાદીને વકીલ થવાય જ નહિ એમ વકીલ