________________
૪૮ ]
શ્રી આગમ દ્વારક–પ્રવચન–શ્રેણી મિથ્યાત્વ. આ જગો પર એક વાત ખ્યાલમાં લેવી કે એને મોક્ષદાતા તરીકે ન માને અને ધનદાતા તરીકે માને તે મિથ્યાત્વ. શુદ્ધ દેવને શુદ્ધ દેવ ગણે છે. એમાં લૌકિક ફળની ઈચ્છા તે લકત્તર મિથ્યાત્વ. પણ ક્યારે ? જે એમનું મિક્ષ દાતારપણું એ શ્રદ્ધામાં ન હોય તો. જે અંતઃકરણમાં એ હોય કે આત્માનું કલ્યાણ કરનાર કેવળ મેક્ષદાતા–આત્માને સર્વથા ઉદય કરનાર અરિહંતદેવ છે. આ માન્યતા હોય અને કદાચ તેની સાથે લૌકિક દષ્ટિએ આરાધના થાય તો મિથ્યાત્વમાં નહીં જઈ શકીએ. કાડને હીરે માનનારે, હીરાની કિંમત સમજનાર કોડી પેટે હીરે દઈ દે તો તેને મૂર્ખ કેમ નહીં ગણ? કાં તો કહો કે કોડની શ્રદ્ધા નથી, નહિતર કડીપેટે આપી કેમ ઘે? જે વખતે નગરને ઘેરે ઘાલી લશ્કર ચારે બાજુ પડ્યું હોય અને જ્યાં જીવન-મરણની મુશ્કેલી હોય તે મોતી સાટે જુવાર લેવી પડે છે. આવા પ્રસંગમાં તેને મૂખ નહીં કહી શકીએ. એની ધ્યાનમાં એની કિંમત છે. જુવાર અને મોતીને સરખી કિંમતના નથી ગણતો પણ પ્રસંગને સમજે છે. આ પ્રસંગે મોતી કરતાં પણ મારે એ જુવાર જરૂરી છે, એ ધારી ઘેરામાં સપડાએલે મેતી આપી જુવાર લે તે પણ તેને મૂખ નહીં ગણી શકીએ. તેવી રીતે જેને લોકેત્તર તત્ત્વની શ્રદ્ધા છે. જિનેશ્વરના ગુણની શ્રદ્ધા છે, મેક્ષદાયક તરીકે અંતઃકરણમાં વસેલા છે, એવો મનુષ્ય કદાચ ક્રિયા પૌત્રલિક-લૌકિક-બાહ્ય પદાર્થોની અપેક્ષાએ કરે, તે પણ તેટલા માત્રથી મિથ્યાત્વ કહી ન શકીએ. પ્રથમ મહત્સવ કેને કરે? એટલી શંકા થવાને બળ
ભરત મહારાજા ભગવાન ઋષભદેવજી પાસે પહેલવહેલા ધર્મ પામ્યા છે. પછી છ ખંડ સાધવા ગયા છે. ઋષભદેવને કેવળજ્ઞાન થાય છે. ભરત મહારાજાને ચક અને કેવળજ્ઞાનની ઉત્પત્તિના સમાચાર સાથે મળ્યા છે. પહેલા વિચાર આવ્યો કે-કોને મહોત્સવ પહેલાં કરૂં? એમાં તો પિતાના આત્માને ધિક્કાય? શંકા કયે સ્થાને ? નાનું બચ્ચું માને અને કુતરીને દેખે તેમાં શંકા બચ્ચું ન કરે કે-હું માને વળગું કે કુતરીને? એવો અધમ વિચાર ભરતને કેમ આવ્યો?