________________
પ્રવચન ૯૯ મું
| [ ૫૧
ઠકયા જાય છે. પ્રરૂપણું તો કોઈને પણ ડર રાખ્યા વગર યથાર્થ કરવી.
આજકાલના એવા ધર્મવિરોધી લેભાગુઓના બડબડાટને શાસનના રાગી સાધુઓ ગણકારે નહીં. શાસન તરફ લક્ષ્ય રાખનારા એ બિચારા અરૂચિવાળા મેંથી ચાહે તે બકે તેની દરકાર કરે નડિં. આર્યસુહસ્તિઓ સાફ કહ્યું કે ધર્મ કરવાથી નલિની ગુલ્મ વિમાનમાં જવાય છે. ચેખું કહ્યું પણ મોઘમ ન કહ્યું. શાસનને અનુસરીને ચાલવાવાળાએ એક ધ્યાન રાખવાનું છે કે ઇંદ્ર, ચંદ્ર, નાગેદ્રથી પ્રરૂપણામાં ડર્યા તે મિથ્યાત્વ આવી જશે. આચરણમાં ચાહે જેટલું કરે તેમાં મિથ્યાત્વ નથી. અહીં સાધુપણાથી જ નલિની ગુમ મળવાનું જાણે છે. વિરોધીથી ડરી સામાન્ય ધર્મ શબ્દ કહેતા નથી. પેલાએ એ ધુ ધર્મ આપો એમ કહી દીધું. અહીં ક્ષેત્ર સ્થાન મકાન ખોળી ખોળીને આચાર્ય સાધુ થાકી ગયા હતા ત્યારે વસ્તી માટે વાહનશાળા મળી છે. શય્યાતર પણ એ છે. બીજું સ્થાન નથી. રજા લેવા મોકલ્યો. જાણીએ છીએ કેમોહ મેલનારનો મર્યો છે, પણ રહેનારને મોહ મર્યો નથી. જીવતો મહેકાણુ માંડે એની અપેક્ષાએ કઈ મત રોકાય છે? જવાવાળા ઉંધો વિચાર ત્યે શું કરવા? આડે પગે (મરી) જશે તે આખી નાતને છાજીયા લેવા પડશે. ઉમે પગે (દીક્ષા લેવાઈ જશે તે કુટુંબીને જ છાજીયા લેવા પડશે. વિચારે જ્યાં આખી વાત છાજીયા લેનારી થાય અને ચાર છાજીયા લેવાવાળા થાય તેમાં નુકશાન કયું? અવંતીસુકુમાલે એ વિચાર્યું કે-રજા લેવા મોકલ્યો છે. રજા મળવાની નથી અને એમણે ના કહી તો પણ ચાલી નીકળ્યો. હાથે લગ્ન કર્યો કે તુરત આર્ય સુહસ્તિએ રાત્રે દીક્ષા આપી. આ દીક્ષાનું પ્રકરણ ક્ષેત્ર શય્યાતર સંબંધમાં એ વિચારતા નથી. અવંતીમાલે નલિની ગુલમમાં જવા માટે દીક્ષા લીધી અને આર્ય સુહસ્તિએ તેવી દીક્ષા આપી તે બન્નેને મિથ્યાત્વી ગણવા? તત્ત્વ એ જ કે-જેને એના પરમફળની શ્રદ્ધા ન હોય, ભોદધિ તારનાર તરીકે જેની શ્રદ્ધા ન હોય અને પદગલિક માન્યતા હોય તે મિથ્યાત્વ અને સાધ્યદષ્ટિની માન્યતા હોય અને કદાચ પ્રસંગવશાત્ શુભક્રિયા કરે છે તે ક્રિયાનું નામ દ્રવ્યક્રિયા.