________________
૪૬ ]
શ્રી આગમ દ્વારક–પ્રવચન-શ્રેણી
છે અને આત્મભાવમાં આગળ વધે છે. હાથ પકડવાવાળાને ઉપગારી ગણે છે. આવી રીતે આ છે કયા કર્મો કર્યા છે? તે મને કેવા નડે છે? આ આત્મનિંદાના વિચારમાં કેવળજ્ઞાન થયું. ત્યાં દેવતા ચારે તપસ્વીઓને કહે છે. તમને વંદના ન કરી, એને વંદના કરવા આવી તેનું કારણ દે. હું તમારા બાહ્ય વેષ કે વર્તનને નમતી નથી, સ્તવતી નથી પણ તમારી આત્માની પરિણતિ જે સાધુપણાને લાયકની છે તેને જ હું નમું છું અને સ્તવું છું. તેથી ચારે તપસ્વીને ઓળંગીને કુરગપુને વંદના કરી. ધોબી અને સાધુ વખતે દેવતા કહે છે કે બેબી ને સાધુ કોણ? તે મને ઓળખાણ ન હતી. તેવી રીતે વેષ અને બાહ્યથી તમે સાધુ પણ વસ્તુતઃ અંતરંગથી રંગાએલ સાધુ કુરગડુ હતા. * શુદ્ધ દેવાદિ એ આપણા આત્માનું સમ્યકત્વ નથી.
શત્રુ, મિત્ર, સ્વજન, પરજન હોય, બધાને તારવાની બુદ્ધિ હોય તેને ગુરુ કહેવાય. શુદ્ધ ગુરુથી આપોઆપ જગતનું કલ્યાણ થઈ જતુ હોય તે કેમ નથી થતું? શુદ્ધગુરુ એ આત્માનું સમ્યફત્વ નથી. આપણા આત્મામાં નિર્મળ ભાવના હોય, મલીન ભાવના ન હોય તે જ ગુરુ કલ્યાણનું કારણ બને, પણ કલ્યાણ કરી દેતા નથી. ગુરુ ભલે શુદ્ધ હોય તે પણ ગુરુ એ સમ્યક્ત્વ નથી, તેમ ધર્મની શુદ્ધક્રિયા સમ્યક્ત્વ નથી. એ સમ્યક્ત્વ હોય તો ચાર, ત્રણ, બે, એક મહિનાના ઉપવાસવાળા શુદ્ધ ગુરુની તપસ્યા એ સમકિત ગણાય. ગૌતમસ્વામી આખા જગતને સમકિત કરનારા થાય. ગુરુમાં ગુરુવ અને દેવમાં દેવત્વ છે, પણ બીજાના આત્માનું સમકિત નથી, જ્યારે આત્મા માર્ગને સમયે હેય ત્યારે જંગલમાં ભૂલો પડેલો મનુષ્ય એક સડક ઉપર પાટીયામાં પોતાના ગામનું નામ દેખે તે બીજી બાર વાટ હોય તેને છેડી દઈને પોતાના ગામને પાટીયે ચડે, એને પાટીયું પગ ખેંચનારૂં નથી, હાથ કાન પકડનારૂં નથી, પણ એ પાટીયું એને સમજણ આપે છે તારે જે ગામ જવું છે એ ગામને રસ્તે આ છે. આ સમજણ મળ્યા પછી બાર માર્ગો-વાટ હોય તે તરફ ધ્યાન આપે નહિં. એવી રીતે જે આત્માનું સ્વરૂપ સમજે કેવળજ્ઞાન-દર્શન વીતરાગતા, અનંત