________________
પ્રવચન ૯૯ મું
.
મહિના, એક મહિનાવાળા, બે મહિનાવાળાએ એ રીતે થુંક નાંખ્યું છતાં કુરગડુના મનમાં એમ નથી આવતું કે આ તપ તપીને શું ઉકાળશે? પોતે વિચારે છે કે-હું સંવત્સરીને દહાડે આવી રીતે ઉલ્લાસમાં નથી આવતો. એમણે શું કર્યું પણ જેમ ગળી બળદ પણ ચાબખે ખાય તો કંઈક ચાલે, તે તેના કરતાં આ આત્મા મુંડે છે કે-આટલું થયું છતાં હજુ તપમાં વીલ્લાસવાળો થતો નથી. મારી ભૂલ છે? મેં કુંડી લાવીને રાખી કેમ નહિ? પિતાના પાતરામાં પોતાના ભેજનમાં થુંકે છે. ત્યાં કઈ ભાવના છે? એ ભાવનામાં પોતે તન્મય થઈ જાય છે. ખાવા બેસે છે, તપસ્વી આવીને હાથ પકડે છે. પોતે વિચારે છે કેમને આ તપસ્યાને રસ્તે જોડવાને માટે આટલી બધી મહેનત કરે છે. મારે આત્મા કે નફટ છે કે–આવી રીતે જોડે છે છતાં જોડાતો નથી. ધન્ય એમને કે સૂચના માત્રથી બે, ચાર, ત્રણ અને એક મહિનાની તપસ્યાએ તે તપસ્વીઓ કરે છે, પણ હું હજુ ઉદ્યસાયમાન થે નથી. ઈશારાથી સમજે તે માણસ, ધોકે સમજે તે ઢેર, પરંતુ ધોકે પણ ન સમજે તે ઢોર કરતાં પણ ગયા. તપસ્યા વગર કર્મક્ષય કરવા સમર્થ કઈ ચીજ નથી-એમ આ સમજ્યા છે. આત્માને ઉજજવળ કરવામાં તીવ્ર કારણ હોય, કર્મ સંસ્કારને કાપી નાંખવાવાળી કઈ ચીજ હોય તે તપસ્યા છે. આટલા વચનથી ચાર, ત્રણ, બે, એક મહિનાના ઉપવાસનું તપ તે ભાગ્યશાળીઓ કરવા લાગ્યા, ઈસારામાં સમજેલા, હું ઈસારામાં ન સમજ્યો. અરે સાધુએ શૂ કરી સમજાવ્યા, છેવટે પણ ન સમ. મારા કલ્યાણ માટે એમને હાથ પકડવાની જરૂર પડી, તો એ પણ ન સમ . આ ઉપરથી ઉલટું ન લેશે કે કુરગડુએ કયાં ઉપવાસ કર્યો હતો? પણ કુરગડુનું કાર્ય તારવજે. જ્યારે ખાવું પડતું હશે તે તેની સ્થિતિ કઈ હશે? ત્યાં કટપૂતના દેવતા આવીને જ્યાં ચાર મહિનાવાળા સાધુને ઓળંગી જાય છે, ચાર મહિનાવાળે છતાં અભિમાનની દશાએ ચડ્યા કે મને વંદના કર્યા વગર દેવતા જાય છે. દેવતા કહે કે હું બાહ્ય આચરણને નમતી નથી. ત્રણ મહિનાવાળા પાસેથી, બે મહિનાવાળા પાસેથી, એક મહિનાવાળા પાસેથી દેવી ખસી. કુરગડુની પૂર્વે જે ભાવના જણાવી છે તે પિતાના આત્માની નિંદા કરે