________________
૪૪]
શ્રી આગદ્વારક-પ્રવચન–શ્રેણી
હાજર હતા. સાધુ કહે ત્યારે મારું ઉપરાણું કેમ ન લીધું? બેમાં ધોબી કોણ ને સાધુ કોણ? એ હું સમજી શક્યા ન હતા. વેષમાં સાધુ હતા પણ હું સાધુપણું વેષમાત્રથી ગણતો ન હતો. પરિણતિની અપેક્ષાએ સાધુપણું ગણતે હતે. તમારી સેવા વંદન મહિમા ગુણ ગાતો હતો તે તમારા ભેખને લીધે નડુિં, પણ પરિણતિને લીધે.
કુરગડુમુનિની સમતા પરિણતિ આ જ વાત કરગડુની કથામાં પણ સાંભળીએ છીએ. ચાર મહિના, પછી ત્રણ મહિના પછી બે અને એક મહિનાવાળા તપસ્વી સાધુઓએ તપસ્યા કરી છે. કુરગડુ ઋષીને સવારના પહોરમાં દરરોજ એક ઘડે ચોખા ખાવા જોઈએ. કુરગડુને સવારના પહોરમાં નકારશીને વખતે ઘડે ભરીને ચેખા જોઈએ, તેથી જ તેનું નામ કુરગડુ. કુર એટલે ચેખા ગડુ એટલે ઘ, ચેખા ઘડે ભરીને જોઈએ. સંવત્સરી જેવા મહાન પર્વને દહાડે પણ તપસ્થામાં મીંડું છે. સંવત્સરીને દહાડે જેને ઘડો ભરી ચોખા ખાવા છે, તે તપસ્યાથી કેટલા દૂર ગયા છે? એક જૈનકુળમાં બચ્ચું હોય તે પણ બને ત્યાં સુધી સંવત્સરીને ઉપવાસ કરે છે. આ સાધુ છતાં સંવત્સરીને દહાડે ઘડો ચોખા ખાવા જોઈએ. આ સ્થિતિ છે. અહીં ઉલટું લેશે નહિં. કારણ તમે કહો કે એ સંવત્સરીને દહાડે ચોખા ખાતા હતાને? પણ આગળ તેની પરિણતિ પકડશે. પોતે પાતરામાં ચિખા લઈ આવીને ચાર મહિનાવાળાને વિનંતિ કરે છે. પેલા તપસ્વીઓ કહે છે કે-કઈ જાનવરના ભવમાંથી આ આવેલો છે કે ક્ષધા પણ સહી શકતું નથી. ચાર મહિનાવાળાને વિચાર કરવાનો હતો કે વર્યાતરાયને ક્ષયોપશમ નથી, તેથી આ બિચારે સંવત્સરીને દહાડે પણ ઉપવાસ કરી શકતો નથી. આ વિચારવાની જરૂર હતી.
અંતરંગથી રંગાએલા કુરગડુ મોટા તપસ્વી સાધુ પાતરામાં થુંકયા. કુરગડુએ થુંક દેખી વિચાર્યું કે જ્યારે પરઠવવા ગ્ય કુંડીનું સાધન મેં ન રાખ્યું તેથી આમાં થુંક્યા અને તે થુંક પણ તપસ્વીઓનું મારા ભાગ્યમાં ત્રણ