________________
૪૨ ]
શ્રી આગમેદ્વારક-પ્રવચન-શ્રેણી
સ્વભાવને રસ્તે આત્મા કયારે દેરાય? વૈદ્યના વિચારમાં જીવનને અર્પણ કરે ત્યારે. અત્યાર સુધી રિસીવર નીમવાની વાત કરી રહ્યા હતા પણ હવે અત્યારે વિરપ્રભુના વદ્યખાનામાં દાખલ થવાનું કહું છું. રિસીવર અમુક સ્વતંત્રતા મિલકતના માલિકને આપે છે. રાજ ઉપર મેનેજમેન્ટ છતાં રાજ્યના નિમાએલ ઉપરીઓ અમુક નિયમિત કાર્યોમાં રાજાની આડે ન આવે. મંડહાઉસમાં શ્વાસ, ટટ્ટી, પિશાબ વિગેરેમાં ડેકટરનું પણ જેર નહિ, પણ જે વખતે વૈદ્ય પાસે જાવ અને વૈદ્યની દવા કરે તે વખતે ફલાણું ખાવું અને ફલાણું પીવું. તમારી નિયમિત ક્રિયામાં પહેલે કબજે લેતા હોય તો રિસીવર નહિં, એ મેનેજમેંટ કરનારે પણ નહિં, પણ વૈદ્ય વિના મૂલે તમારી સ્વતંત્રતા કબજે કરે છે. વેદ્ય રજની ચાલતી કિયા પર સત્તા ધરાવે છે. રહેવું કયાં, ફરવું કયાં–તમારે બીજાની વાત સાંભળવી કે નહિં, એ બધું વૈદ્યના હાથમાં. રિસીવર અનિષ્ટ કરવાને હકદાર નથી પણ વિદ્ય એ તો કડવા કાઢા પાવાવાળે, કામ પડે તે અંગ ઉપાંગને કાપનારો હેય. મીઠાઈ, મીઠું ખાતા બંધ કરવાની સત્તાવાળો હોય, તમારી પ્રવૃત્તિ પર કાપ મેલવાની સત્તા વૈદ્યને સોંપ છે. એક શારીરિક પ્રકૃતિના સુધારા માટે વિદ્યના અધિકાર પર કેવા રહીએ છીએ, તે આત્માના અખંડ આનંદ આપનાર જિનેશ્વરરૂપ ભાવવૈદ્ય તરફ કેવા રૂપે હાજર થવું જોઈએ? એ કહે તે આપણે આખી દુનિયા છોડવા તૈયાર રહેવું જોઈએ. વૈદ્ય ધાતુક્ષીણતાને રેગ હેય તે વખતે બાયડીને પીયર મેકલી દેવાનું કહે. ચાહે તે બાયડી, બાપ બધા રૂવે, ચાહે તે તેના સાસુ સસરા રૂવે તે પણ બાયડીને પીયર મોકલવી જ પડે. હિતની બુદ્ધિ હોય તે દરદીને મન હોય અગર ન હેય, બીજા કકળાટ કરતા હોય તે પણ વૈદ્યનું ધાર્યું તેણે કરવું જ પડે છે. તે પછી આત્માને અખંડ સૌભાગ્ય આનદમાં મહાલવા માટે મુંઝાએલા સગા-સ્નેહીએ કલ્પાંત કરે તે પણ સર્વજ્ઞના વચનને છોડીને પાછો નહીં ખસી શકે. તાકાતવાળે નિરોગી થવાની ઈચ્છાવાળા દરદી હોય તે પિતાનું હિત સાધી શકે જ. માયકાંગલે દરદી હોય તે મારા બાપ અને મારી મા કરે. તાકાતવાન હોય તે બાયડી વિગેરે ચોધાર આંસુએ રડે તે પણ તેની દરકાર ન કરે. વિદ્યની સલાહ પછી ચાહે જે થાય પણ સ્ત્રીને