________________
પ્રવચન ૯૮ મું.
[ ૪૧
છે. આ તે ત્યાગી સાબિત કરે છે માટે ચક્કર ગોઠવ્યું છે. ગૃહસ્થલિંગે કે અન્ય લિગે સિદ્ધ થનાર અંતમુહૂર્ત જ જીવના હોય તો તમારું કથન સાચું પડે પણ એ વાતમાં ગોટાળા નીકળે તો તમારું કથન
ટું ઠરે માટે જેણે જોવું હોય તેણે શ્રી આવશ્યક ચૂર્ણિ, નંદીસૂત્રની વૃત્તિ, પ્રવચન સારોદ્વાર જોઈ લેવા. અન્યલિંગ ગૃહિલિગે સિદ્ધ કેણ? જેને કેવળજ્ઞાન થયા પછી અંતમ્ હૂર્તથી વધારે આયુષ્ય ન હોય તે. જેને વધારે આયુષ્ય હોય તે તે સ્વલિંગ જ ગ્રહણ કરે. ગૃહસ્થ અને અન્યલિંગમાં થુંકનારે-ત્યાગબુદ્ધિવાળા હોય તે જ કેવળજ્ઞાન પામી શકે. ગૃહસ્થપણમાં કેવળજ્ઞાન થાય છે તે સાધુપણાની શી જરૂર છે-એમ કહેનારા કેવા ? ભરત વલ્કલચીરી વિગેરે કેવળજ્ઞાન પામી ગયા પછી તેમને આની જરૂર શી? જેને લેહીને વિકાર મટી ગયે તેને ભીંગડા આપોઆપ મટી જાય. લેહીને વિકાર ગયે હવે ભીંગડા કાઢવાની જરૂર શી? આ પ્રશ્ન કઈ દિવસ કર્યો? તેવી રીતે અપ્રત્યાખ્યાની કષાય અને પ્રત્યાખ્યાનાવરણય એ આઠેને અડગે પડ્યો હતો. તેના પ્રતાપે બાયડી છોકરાઓ વિગેરે પડેલા હતા. જ્યાં આઠે કષાયના અડીંગા ઉઠી ગયા પછી આ બધો આડંબર શાને રહે ગૃહસ્થપણામાં બાર અવિરતિ એ કર્મને વિકાર છે. કમને વિકાર ગયો એટલે એકે ભીંગડા રહે જ નહિ. આત્મામાં વચલી બે ચેકડી છે એનું શું કર્યું? આ પાંચ ઇન્દ્રિયના વિષયેની, છ કાયની હિંસામાં પ્રવૃત્તિ અને મન માંકડાનું મહાલવું તે જ છોગું. બારે પ્રકારની અવિરતિ છેડી છતાં હજુ સંજ્વલન કષાય તે છે ને તેનું છોગું કયું? તે કષાયોને કેવી રીતે ઓળખવા ?
રોગી આત્માના ભાવઘ કે? પરિષહ ઉપસર્ગ વખતે જે અપ્રીતિ થાય તે જ સંજવલનનું છોગું. તે કયારે જાય? વીતરાગપણાની પરિણતિ થાય ત્યારે. અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનાવરણીય ગયા પછી આ બાર અવિરતિ હોય જ નહિં. આ ઉપરથી એક વાત નક્કી કરી. આત્માના મિથ્યાત્વાદિ વિકાર અને સમ્યગુ દર્શનાદિ એ સ્વભાવ છે. જ્યારે સ્વભાવ અને વિકાર જાણુંએ તો આત્માને મે રસ્તે દર એ સમજ પડે. વિકારને રસ્તે જવું છે કે સ્વભાવને રસ્તે ?