________________
૪૦ ]
શ્રી આગમેદ્વારક-પ્રવચન-શ્રેણી
ખરે મામે નથી, તેથી કહેણો મામો કહીએ છીએ. જેમ છોકરે સગા મામા ન મળ્યા ત્યારે કહેણા મામાને ઉભા કરી મોસાળું કરાવે. તેવી રીતે ગિહીલિંગ અન્યલિંગસિદ્ધને દાખેલે આખી ઉત્સર્પિણીમાં ન મળે. હવે ન મામા જેવી સ્થિતિ થઈ તે ગિહિલિંગ, અન્યલિંગમાં દાખલ લેવા પડ્યા અને તે પણ ગૃહસ્થપણે અન્યલિંગે. કેવળજ્ઞાન પામ્યાને દાખલે દીધે. અન્યલિંગે સિદ્ધ કઈ થયો નથી. શાસ્ત્રોમાં એવો દાખલ ન મળે ત્યારે એ બે દાખલા રાખ્યા. આ બે પૂરા કરવા એ કરતાં ભેદ તેર જ રાખો ને ? સિદ્ધ થાય તે સ્વસિંગે જ થાય. ગૃહીલિંગ અન્યલિંગે કઈ મળતો નથી. તે લિંગે સિદ્ધ છતાં ગૃહિ, અન્યલિંગમાં ઘાલવા પડે છે તે બાર ભેદ કરે, પણ ભાઈ વાત સમજે. ગૃહસ્થપણામાં અને અન્યલિંગમાં કેવળજ્ઞાન થાય તે તે કબૂલ કરીએ છીએ. તે કઈકને કેવળજ્ઞાન પછી અંતમુહૂર્ત આયુષ્ય હોય એટલે અંતકૃત કેવળી બને છે. એ કઈ ગતિએ જાય ? અહિં સ્વલિંગ તે છે નહિં અને આયુષ્ય બે ઘડીથી વધારે છે નહિં? જે તેર જ ભેદ રાખો તે અહીં શું કરવું? કાં તો એમ કહે કે કેવળજ્ઞાન પછી આયુષ્ય વધારવું હોય તે કેવળી ભગવંત વધારી શકે, કાં તે કેવળજ્ઞાન થાય જ નહિં એમ કહે.
જે એમ કહીએ તે કર્મો આત્માના પરિણામથી ત્રટે છે એ સિદ્ધાંત ઉડી જશે. જે ગૃહિલિંગ–અ લિંગે કેવળજ્ઞાન માનવું પડે તે છ-બાર મહિનાનું બાકી આયુષ્ય હોય તે જ કેવળજ્ઞાન પામી શકે. એ સિદ્ધાંત કરવું પડશે, છતાં એ પણ છે નહિં. તે કહો કે આકસ્મિક ભાવનાએ કેવળજ્ઞાન થઈ ગયું હોય, તેને બે ઘડીથી વધારે આયુષ્ય ન હોય, તે કદી કાળ કરી જાય તે મેક્ષે જાય. આ ધ્યાનમાં રાખી બે ભેદે રાખ્યા છે. ગૃહિલિંગે કેવળજ્ઞાન પામી તરત કાળ કર્યો હોય તેવા માટે અન્યલિંગ-ગૃહિલિંગ રાખ્યું. આવી રીતે કેવળી આયુષ્ય વધારી શકે નહિં. પરિણામને આધારે કર્મ બંધ હોવાને સિદ્ધાંત હેવાથી કોઈ કાળે કદી આમ બને તેના સંભવ માટે આ બે ભેદ રાખ્યા છે. તે મુખ્ય ભેદ ક્યો રહ્યો ?
રજોહરણ એ જ સ્વ એટલે મોક્ષનું લિંગ . રજોહરણ એ જ મોક્ષને પરવાને છે. મોક્ષના બારણાની ચાવી આ