________________
૩૪ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
આંધળો અજ્ઞાન હોય અને કહે કે હું મણી કે કાચના ટુકડાને સમજતા કે ઓળખતે નથી, તેને કેરટે લઈ જાવ છો કે ઝવેરી જણાવીને અગડં–બગડે બોલે કે મને લેવા-દેવા નથી અને કાચની કિંમત લાખની કહે તેને કેરટે લઈ જાઓ છે? બેમાંથી કોરટે લઈ જવાલાયક કેણ ? આંધળા અજ્ઞાનીને કે મધ્યસ્થતાને ડોળ કરી કાચની કરોડની કિંમત કરે તેને? તેવી રીતે જૈનશાસનમાં જે વખતે પિતાને તત્ત્વ-અતત્ત્વની પરીક્ષા કરવી પડે ત્યારે સત્ય-જૂઠના નિર્ણય કર્યા વગર સમજી છતાં મધ્યસ્થતાનો ડોળ કરી એ યે સરખા અને એ યે સરખા; બન્ને સરખા એવું બેલે તે ગંભીર અન્યાય થાય. વિચારે કે એક વેપારી દુનિયાદારીમાં પિત્તળને ભાવ સોના જે કહે, કાચને ભાવ હીરા જે કહે છે તેની વલે શી થાય ? તે પછી અહીં જૂઠાને સાચાની તોલમાં મૂકે. અસત્યને સત્યની કિંમતવાળું ગણવે, અસત્ય અને સત્ય એક ત્રાજવે તોળે તેની દશા શી? “પુરી એક અંધેરીએ ગંડૂ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા” એક ભાવ રહ્યો તેથી રાજા ગંઠુ કહેવાયે, બન્ને ખાવાની ચીજ છે. ખાજાં ખાવ તો એ રસ અને મળ થાય, ભાજી ખાવ તો રસ અને મળ થવાને છે જેના પરિણામમાં અને ઉપગમાં ફરક નથી. તે પણ જે સરખા ગણવામાં આવે તે ગંડૂ રાજ કહેવાય. તો જેના ઉપયોગ અને પરિણામ બન્નેમાં આકાશ-જમીન જેટલો ફરક હોય છે અને સરખાં કહે તેવાઓને કયા બિરુદથી નવાજવા? તત્ત્વ-અતવમાં ફરક છે. તત્ત્વ આદરણીય, અસત્ય ત્યાજ્ય. આવી રીતે પરિણામમાં દેખીતે ફરક છે. તત્ત્વ આદર્યું તે સમ્યકત્વ રહ્યું. અતત્ત્વ આદર્યું તે મિથ્યાત્વ આપ્યું. સત્ય કબૂલ્યું તે આરાધક અને અસત્યને અનુસર્યા તે વિરાધક. જેના ઉપયોગ પરિણામ સરખા હતા તે તે ગંદૂ કહેવાય તે પછી તત્ત્વ-અતત્ત્વને આત્મા સરખા ગણવા જાય, સત્ય-જૂઠ સરખા ગણવા જાય તેવા દુનિયામાં દીવાના બને તેમાં શી નવાઈ? મધ્યસ્થપણાને ડેળ કરી પરીક્ષક બનીને જે મણિ—કાચને સરખા કહે. ભાજી-ખાજાને સરખા કહે તે ગંડૂ, બેવકૂફ અને ગુનેગાર. તેવી રીતે શાસનમાં તત્ત્વ-અતત્ત્વ સત્ય-જૂઠની પરીક્ષા ન કરે અને બન્નેને