________________
પ્રવચન ૯૮ મું.
[ ૩૭
ચીડાઓ છે. કારણ–અવિરતિની ખસવાળા છે. પહેલા અનંતાનુબંધી ગયા એણે શું કર્યું હતું ? સમ્યગ્ગદર્શન-જ્ઞાન-ચારિત્ર આ ત્રણ સિવાય આખું જગત જુલમગાર છે. અનર્થની ખાણ છે. આ કેણે નક્કી કર્યું હતું? અનંતાનુબંધી ગયા, તેણે નક્કી કર્યું હતું. તમારી પાસે મનાવ્યું પણ વચમાં અવિરતિની ખસ ઉભી થઈ. અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયની ખસ ખાના-ખરાબી કરનાર છે.
ભરત ચક્રવતને આરિસાભવનમાં કેવળજ્ઞાન થયું. આ વાત બધા જાણે છે, પણ કેવળજ્ઞાન થયું પછી તેને દીક્ષા લેવાની જરૂર શી? ઘરબાર, કુટુંબ-કબીલાને છેડવાની જરૂર શી? કેવળજ્ઞાન તે કુટુંબ-કબીલા અને ઘર છોડ્યા વગર ભરત મહારાજાને આરિસા-ભવનમાં થઈ ગયું છે. આ સવાલ જેમને ખટકતો હોય તેમણે આ સમાધાન સમજી લેવું. પહેલાં તે એક એ વાત સમજવી કે આ ચીજ (એ) એટલી જરૂરની છે કે કેવળજ્ઞાન ન થયું હોય તે પણ આ ચારિત્રના ઉપગરણને લીધા વગર ચાલે નહિ. ઘેર રહ્યા કેવળ
ક્યાં નથી થતું? જુઓ ભરતને થયું કે નહિ? ઘેર બેઠા ગંગા મળે તો કોણ દોડાદોડ કરે–એવું પણ કહેનારાઓએ સમજવું કે સાધુપણું કેવી જબરજસ્ત ચીજ છે કે કેવળજ્ઞાન ન થયું હોય તે લેવું પડે, પણ કદાચ કોઈ આકસ્મિક સંજોગે પણ ત્યાગની જ ભાવના હોય તે ગૃહસ્થાવાસમાં કેવળજ્ઞાન મળે. કેઈને પણ બાયડી, છોકરા, ધન, માલ, વેપારની ભાવનાએ કેવળજ્ઞાન થએલું જ નથી, થાય પણ નહિં અને થશે પણ નહિં. ઘરમાં રહેલાને પણ તે કેવળજ્ઞાન-ત્યાગની ભાવનાએ થાય છે. ઘરબાર, બાયડી, છોકરા, મા-બાપને પણ છોડવાની ભાવનાએ કેવળજ્ઞાન થાય છે. હવે વિચારે કે જે ગૃહસ્થપણામાં ગૃહસ્થપણું ત્યાગવાની બુદ્ધિથી કેવળજ્ઞાન થાય તે તે મહિમા ગૃહસ્થપણાને કે તે ત્યાગને ? ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન થાય છે તે પણ ગૃહસ્થપણાને જંજીર ગણે કે સુવર્ણ શણગાર ગણે ? ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન મેળવે કોણ ? મા–બાપ, છોકરા, બાયડી, ઋદ્ધિ હોય તેને અમૃત ગણનારો કે ઝેર ગણનારો કેવળજ્ઞાન મેળવે ? આખા ઘર-સંસારને કેર ગણે તે જ કેવળજ્ઞાન મેળવે તે પછી તમે ગૃહસ્થપણાને કેવી