________________
૨૬ ]
શ્રી આગદ્વારક-પ્રવચન
તમારી આગ શી રીતે ઓલવે? દુનિયામાં એવો એક પણ પદાર્થ નથી કે પિતે ડૂબે ને બીજાને તારે. પાંદડા ઉપર ચીજ મૂકે તે ચીજ ડૂબાડે પણ પિતે તરે. એવા પદાર્થો તે જગતમાં ઘણાં છે, પણ એ એકે ય પદાર્થ નથી કે પોતે આરંભાદિકમાં ખૂચે અને તમને તારે એવું ન બને. ભલે પોતે તરતા ન હોય, પોતે ડૂબતા હોય પણ અમારે તે ભગવાનના વચન સાંભળીને એ આધારે તરવું છે. એ ડૂબે કે તરે એ અમારે જેવું શા માટે? અમારે તે એના વચને તરવાનું છે. જ્યારે અમારે ભગવાનનાં વચનના આધારે તરવું છે તે ભગવાનના વચન સાચા જોઈએ છે. કહેનાર ચાહે ગમે તેવા હોય. રેલની ગાડીમાંથી તમને જે ચોકખ માલ કાઢી આપે તો માલ કાઢી આપનાર મેલો હોય કે ગંદ હોય, નાગે હોય કે ઢાંકળ્યો હોય. માલની કદર માલના સ્વરૂપ ઉપર છે. તેવી રીતે ગુરુએ આ માલ કાઢનારા છે, તે કહેનારા ચાહે જેવા હોય તેની અમારે પંચાત શી? એવું તમે કહી શકે છે. પણ ધ્યાન રાખજો કે ઝવેરી હીરે લઈને આવે અને ભીખારી હીરો લઈને આવે, પણ કિંમતી હીરો લઈને બીજો આવે તે વખતે તમારી દષ્ટિમાં કંઈ ફરક પડે છે કે નહિં? જેઓ પિતે ભગવાનના વચન પ્રમાણે વર્તતા હોય અને તે વચન જે સંભળાવે અને પિતે ભગવાનના વચનને પિથીના રીંગણું સમજતા હોય તેમાં ફરક પડે કે નહિ ? આ દુનિયાદારીનું દષ્ટાંત છે, પણ ખરું કહેનારો ખરૂં ન આચરે ત્યાં લગી સાંભળનાર મશ્કરી જ સમજે છે. ભગવાનનું વચન સત્યક્રિયા દ્વારા તારનારું છે. અમે તરવાના બંપી, તમે પણ તરવાને ખપી, અમે તરવા માટે વચન લઈએ નહિં, અને તમને તરવા માટે કહીએ તે સાંભળનારને ભેદ લાગે. વક્તાએ પોતે પહેલાં આરંભાદિકને પરિહાર કરે જ જોઈએ. નહીંતર શાસ્ત્રોમાં શંકા ઉત્પન્ન કરે તે પહેલાં વક્તાએ પોતે પ્રવૃત્તિ કરવી જોઈએ. અખતરો કરનારે પહેલા પિતા ઉપર અજમાવી જુએ છે. ફળ દેખાય અને નુકશાન ન દેખાય તે તેની પ્રવૃત્તિ દુનિયામાં થાય છે. પિતે અખતરો કરી ન દેખાડે એવાને માનનારા બુડથલ ગણાય. જે સદવર્તન વગરનો હોય તે ભલે જ્ઞાનવાળા હોય તે પણ સત્પષે તેની સેવા કરે નહિ. સાધુએ એક કલ્યાણને