________________
પ્રવચન ૯૭ મું.
[ ર૭
માર્ગ દેખાડ્યો તેથી સાધુપણું આવી ગયું તેમ નથી. કલ્યાણ પોતે સાધે બીજાને કલ્યાણના માર્ગમાં સહાય કરે તે સાધુ. તમે કલ્યાણની અપેક્ષાએ સાધુતવ માન્યું હોય અને પછી સોના-ચાંદી અને જમીન વિગેરેના માલનું આમ કરજે, શું થયું? આમ કહેનારા જે વિષયાદિકથી બચવા માટે જેનું શરણ કર્યું તે તમને ભયંકર ભવાટવીમાં સમાવી દે છે. એકલે એમને વાંક છે એમ ન સમજશે. તમારા સમ્યકત્વની પણ ખામી છે. - રક્ષક–ભક્ષક બને પછી રેયતની દશા શી? - જેનદર્શનમાં એક જ વસ્તુ સાધ્ય “
રવિ નિજાથે ઘરો” ત્યાર આ જ સાધ્ય. જૈનશાસનમાં શ્રોતાઓની એવી છાયા કે અભવ્ય જીવ પણ બીજું સાધ્ય બતાવી શકે જ નહિં. અભવ્ય સાધુ થાય તેમાં શ્રોતા બીજુ ન સમજે પણ આટલું તે સમજવાવાળી હોય કે સાધુ ત્યાગને જ ઉપદેશ આપે. સાધુ આરંભ-પરિગ્રહ વિષય-કષાયને ઉપદેશ કદાપિ પણ ન આપે. મોક્ષ સિવાય સાધુ બીજું સાધે નહિ અને સઘાવે નહિં. તેથી વગર શ્રદ્ધાએ પણ અભવ્યને યથાર્થ બોલવું પડતું. ખરેખર જીવનું સાધ્ય આશ્રવ છેડ, સંવર આદર, મોક્ષ મેળવે. અભવ્ય પણ સાધુવેષને પહેરીને બેઠેલો મેક્ષ સિવાય બીજું બોલી શકે જ નહિં. આ શા ઉપરથી માનવું છે. એટલું તે સાંભળ્યું છે કે અભવ્ય જીવના પ્રતિબોધથી અનંતા સમ્યક્ત્વ પામ્યા. તેમણે મેક્ષને પરમસાધ્ય ગણ્યું તે કેના ઉપદેશથી? જો પરમસાધ્ય એવા મક્ષને ઉપદેશ ન દે તે સાંભળવા આવેલા પેલા છે સમકિત કયાંથી મેળવે ? જેમ હંસનાં ટેળામાં કાગડો પેસી જાય તેમ અભવ્ય પણ સાધુના વેષથી પેસી જાય, તો પણ આશ્રવ છાંડવા લાયક છે, સંવર આદરણીય છે, નિર્જરા કરવા લાયક છે. અને મોક્ષ મેળવવા લાયક જ છે એમ કહેવું પડે. માત્ર લોકોને રાજી કરવા કહેવું પડે છે. લોકો પાસેથી પૂજા-બહુમાન મેળવવા કહેવું પડે છે. અભવ્ય સરખાને શાના પ્રતાપે ગુરુ તરીકે માન્યા. મેક્ષનું ઉપાદેયપણું સંવરનું આદરવાપણું, આશ્રવનું છોડવાપણું સંભળાવે તેથી ગુરુતત્વ તરીકે માન્યા. જૈનશાસનમાં છત્ર તરીકે ચુસ્તત્વ કેટલું.