________________
૩૦ ];
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
કયાંથી દેખી શકે? આત્માને દેખીએ નહિ ત્યાં સુધી તેના સમ્યક્ત્વ ગુણ, મિથ્યાત્વ અવગુણ દેખીએ શી રીતે ? આત્મામાં રહેલું મિથ્યાત્વ સાક્ષાત ન માલમ પડે પણ તેના વિકાર દ્વારાએ જ માલમ પડે. આત્મામાં મિથ્યાત્વનો વિકાર ક્યો? સુદેવાદિને કુદેવાદિ તરીકે માને, કુદેવાદિને સુદેવાદિ તરીકે માને તેનું નામ મિથ્યાત્વ. આ લક્ષણ કરીએ તે તત્ત્વને અતત્ત્વ માને અને અતત્ત્વને તત્ત્વ માને તે મિથ્યાત્વ કહીએ છીએ. પચેન્દ્રિયમાં અસંશી કે જેમને મન નથી, એને તે કુદેવાદિને અને સુદેવાદિને પણ માનવા નથી. ત્યારે હવે તેમને મિથ્યાત્વ નહીં ને ? તમારા હિસાબે જે સુદેવાદિને તત્ત્વ ન માને, કુદેવાદિને તત્ત્વ માને તે જ મિથ્યાત્વ. તમારે ઘેર રહેલા સંશી જાનવર ગાય, ઘોડા અને કુતરા કયા મુદેવ, કુગુરુ અને કુધર્મને માને છે ? એકેયને માને નહિં તે તેઓ મિથ્યાત્વી નહીં ને ? જ્યારે આપણે મિથ્યાત્વનું લક્ષણ ઉપર પ્રમાણે કરીએ તે એકેન્દ્રિય વિગેરે મિથ્યાત્વ વગરના થાય. જગતનાં જાનવર અને જંગલીઓ મિથ્યાત્વ રહિત થઈ જાય, માટે મિથ્યાત્વનું લક્ષણ કયું? શુદ્ધ દેવાદિકને ન માને તે જ મિથ્યાત્વ. હવે એકેન્દ્રિય, બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા, અસંજ્ઞો. પાવત જે કઈ જીવ હોય તે સુદેવાદિને ન માને તે મિથ્યાત્વી. આટલા માટે ભગવાન હરિભદ્રસૂરિએ શાસ્ત્રવાર્તા સમુચ્ચયમાં પા૫ના કારણોમાં મિથ્યાત્વ શબ્દ લીધે નથી, પણ તત્ત્વની અશ્રદ્ધા તે જ મિથ્યાત્વ. " સમકિતી બનવું છે અને સાચા-ખોટાની
પરીક્ષા કરવી નથી. “ હિંસાવૃતાદયઃ પંચ, તત્ત્વ-અશ્રદ્ધાન' હિંસા-જૂઠ વિગેરે પાંચ પાપ અને તત્ત્વની અશ્રદ્ધા. તત્વની શ્રદ્ધા ન થવી તે જ મિથ્યાત્વ. હું જેગી, સંન્યાસી, માતા, મહાદેવને કયાં માનવા જાઊં છું. તેમના વતન્નતેલા ક્યાં કરું છું તે હું મિથ્યાત્વી શાને? તમે બીજાની માન્યતા ન કરે એટલા માત્રથી મિથ્યાત્વરહિત નથી થઈ ગયા. જે તત્ત્વ અને અતત્ત્વને સરખા માને, કુદેવાદિકને તત્ત્વ અને ત્યારે તેને પણ તવશ્રદ્ધા ન રહી. જેઓએ તત્વ અને અતત્ત્વ બનેને તત્વ