________________
પ્રવચન ૯૮ મું.
[ ૩૧
માન્યા, સુદેવાદિ અને કુદેવાદિ બન્નેને સાચા માને તો તેને માટે પણ એ જ કહે છે કે તત્ત્વ તરીકે જે તવ હેય તેની શ્રદ્ધા ન થાય ત્યાં સુધી મિથ્યાત્વ ગએલું નથી. કુદેવાદિકને સુદેવાદિક માને, સુદેવાદિક ને કુદેવાદિક બંને સરખા માને, અગર કુદેવ કે સુદેવ બનેમાંથી એકને માને તે પણ મિથ્યાત્વ. તમે સુદેવ, સુગુરુ અને સુધર્મને તત્ત્વ તરીકે માનેલ નથી, ત્યાં સુધી સમક્તિ નથી. નાનું બચ્ચે કાચ ઉપર રાગ ધરે, કાચને હીરો માને, હીરાને પત્થરો માને, આગળ વધે ત્યારે હીરા અને કાચ બનેને સરખા માની લે. હવે બન્નેને સરખા માનનાર ઝવેરી ગણાય ખરા? સાચા અને જૂઠાની પરીક્ષા કર્યા વગર સાચા-જૂઠાને સરખા માનશે તે કઈ સ્થિતિમાં આવશે? મિથ્યાત્વમાં. કદાચ કહેશો કે અમારી એટલી બુદ્ધિ પહોંચતી નથી. એક માણસે ઝવેરાતનો વેપાર કરે અને તે કદી એમ કહેવા માગે કે સાચું મોતી કર્યું અને ફટકીયું મોતી કયું ? અરે તે અમે જાણતા નથી, માનતા નથી અને સમજતા પણ નથી. કદાચ એ વાત જે કહે તે બધી કબૂલ કરીએ, પણ એ કહે કે મને પાછો ઝવેરી કહો. હવે જે મૌન બેઠા હોત તે ઝવેરીના આડંબરથી કઈ ઝવેરી કહી પણ દેત. પણ જેમાં કહે કે આપણે તે હીરા, પન્ના, માણેક, જીવન, મજીઠ કે ફટકીયું મોતી કંઈ ન જાણીએ અને મને ઝવેરી કહે. તો “ કહેતા ભાઈ દીવાના અને સુણતા પણ સર્વ દીવાના.” ખરેખર મૂખ કહેવાય અને એના વચનને પણ સાંખી ન શકીએ. તેવી રીતે અહીં તમારે સમકિતી બનવું છે. સમકિતીની છાપ લેવી છે. ધમ બનવું છે અને સાચા-ખોટાની પરીક્ષા વખતે અમે એ ન જાણીએ. સમકિતી અનવાવાળે હંમેશાં અમે ન જાણીએ એમ કેમ બેલી શકે? તે પછી અમારે તો બને સરખા એમ કેમ બોલાય ? બન્ને સરખા એવું બોલનારા શું કહે છે કે–અમારે રાગ-દ્વેષ ન રહ્યો. એકને સાચો ગણુએ તો રાગ થાય અને બીજાને ખોટો ગણીએ ત્યારે જૂઠા ઉપર દ્વેષ થાય. અમારે આત્મા રાગ-દ્વેષમાં ડૂબે. ખરેખર લૌકિકમાં પણ કવિ અખો કહે છે કે “પંડિતાઈનું પાપ કે દૂધ પાઈને ઉછેર્યો સાપ” એકે તો અમારી બુદ્ધિને ઉપયોગ–ભણવા માટે મહેનત-લમણાફેડ