________________
૨૨ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
માન છે ? એમના આકારને એક પત્થર દેખીને તમારા હૃદયમાં સાક્ષાત્ તીર્થકર જેવું માન થયું કે નહિં તે વિચારે? લખેલા ને કેરા દસ્તાવેજમાં ફરક ક્યો ? અક્ષરના આકારને. તે પછી ભગવાનના આકારને પત્થરો કહે તે મૂખ કેમ નહિં ? લખેલા અને કેરા. દસ્તાવેજને સરખો ગણનારા અક્કલ વગરના હેય. પિતાને આકારમાં કાળના કાળ કાઢવા છે. આ પાન એટલે શું ? જ્ઞાન આત્માને ગુણ છે, જ્ઞાન એ શાહી, પાના કે કલમ નથી. તે પછી આ પાનામાં દેખવાનું કારણ શું? જગતમાં સંકેત થએલે છે કે આ આકાર હોય તે “ક”, ને આ આકાર હોય તે “ખ” સમજ. જગતમાં બનાવટી આકારથી જ્ઞાન થાય છે, તો આ સ્વાભાવિક આકારથી તીર્થકરનું જ્ઞાન કેમ નહિ થાય ? કૃત્રિમ આકારે જ્ઞાન થયું તે સ્વાભાવિક આકારથી કેમ તમને તીર્થકરનું જ્ઞાન નહિં થાય? સર્વજ્ઞ વીતરાગને આકાર, સંસારથી વિચિત્ર ત્યાગમય આકારનું કેમ તમને ભાન નહીં થાય? હવે તે મૂર્તિ સ્થાપના ન માનનારા કહેશે કે હજાર વર્ષ પ્રતિમા દેખી તમને શું જ્ઞાન થયું? નથી થયું તે પછી એનાં દર્શનમાં શું વળશે? મહિનાઓની મહેનતે ખડકેલી ગંજી એ અગ્નિથી ન ડરે તે એક જ તણખામાં બધી સાફ થઈ જાય. એવી રીતે તમારા કૂળમાં બૂઝાએલા અગ્નિરૂપ કેલસા જેવા કુલાંગારના વાક્યોથી નહિ બચે તે એક જ વાક્યમાં તમારી જિંદગી સાફ કરી નાંખશે. માટે શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે મિથ્યાત્વીની છાયામાં પણ ઉભા ન રહો.
તમારા કેસમાં સોલીસીટર વાતચીત કરે, પણ કેટે ચડેલા વાદી–પ્રતિવાદી પરસ્પર મળે તે એક પણ તે સંબંધી વાત ન કરે. તમે જાણો છો કે કેટના છક્કા-પંચામાં, આંટી-ઘૂંટીમાં તે સેલીસીટરે સમજે, અમે સમજીએ નહિં. તેથી તે વાતમાં તમે કઈ દિવસ પડતા નથી. હવે અહીં તમે સમજો છો કે શાસ્ત્રવચને ન માનનારા એવા પાડ્યા છે કે તમે તેની સાથે વાત કરવા બેસો તે તમારૂં સર્વસ્વ જાય, એમ સમજે છે છતાં તમારા જેવી મૂર્ખાઈ કેની? તમારા સોલીસીટર કેણ ? વસ્તુતઃ પરમાર્થના પંથે વળેલા પૂજ્ય ગુરુદેવે છે. હવે તમે શું કરવા ખાનગીમાં મળી મત્તા મારે છે?