________________
૨૦ ]
શ્રી આગામે દ્વારક–પ્રવચન-શ્રેણું
પરિગ્રહાદિકને અંગે તમે દેવ-ગુરુ-ધર્મ તરફ જુઓ ત્યારે કહે, હજુ આપણે ઘેડીયામાં નાના બાળકની જેમ સૂતા છીએ. ધૂળમાં આળોટતા-રમતા બચ્ચાંના સરખાં હોય તે પોતાના પથ્થ-કુપથ્ય તરફ ન દેખે. મોટી ઉંમરના થયા, હવે તમને ઉધરસ કે તાવ આવે હોય તે વખત કેઈ પૂછે કે બેર ખાશે? તે વખતે તમે ના કહો છે. સમજે છે કે ખાતાં મીઠાં લાગે પણ પરિણામે આંતરડા ઉંચા કરશે. વિનંતિ કરનારને મૂર્ખ માને છે. તેવી રીતે અહીં આરંભાદિકને પિષણ કરવાને જે ઉપદેશ આપે તે તમારા મનમાં શત્રુ તરીકે ભાસમાન થવો જોઈએ. જ્યાં સુધી શત્રુ તરીકે ભાસમાન ન થાય ત્યાં સુધી તમે બચ્ચામાં જ છે. તમે અનાદિકાળથી રખડો છો શાથી?
શરણથી જ ભય. આરંભ પરિગ્રહ-વિષય-કષાયની ક્રિયામાં છો તેથી. ત્રેવીસ કલાક તે ઝાળમાં શેકાઈએ છીએ. તેમાંથી એક કલાક ઠરવા માટે તમે અહીં આવે છે. તેમાં પણ આરંભાદિકનો અગ્નિ સળગાવો તો થાય શું? અરે ! ભયસ્થાનકથી ભય થાય, પણ આ તો અભયનું સ્થાન એવા શરણુ કરવા લાયકથી ભય થાય. શાસ્ત્રોમાં કથા આવે છે કે એક કુંભાર માટી ખોદવા ગયે છે. ખોદતાં-ખોદતાં માટીની ભેખડને કેશ લાગી એટલે આખી ભેખડ ત્રુટી ગઈ. માટીનું ઢેકું તપાસીએ અથવા ઘર ચણાતું હોય ત્યાં પાવડીમાં ઊંચકી નાખી જોઈએ તે માલમ પડે કે તેમાં કેટલે ભાર છે. તે ભારના પ્રમાણમાં આખી ભેખડ કમર પર પડે તો શું થાય ? કેઈએ તેને પૂછયું કે શું થયું. જવાબમાં–જે માટી વડે કરીને ભીખારીને હું ભિક્ષા દઊં છું, હું દેવતાદિકને બળી કરું છું, મારા કુટુંબનું ભરણ-પોષણ કરું છું, તે જ પૃથ્વીએ મારી કેડ તેડી નાખી. ભિખારીને ભીખ પણ માટીના જ પ્રતાપે, બળી–બાકળા પણ માટીના પ્રતાપે, આખા કુટુંબનું ભરણપિષણ પણ માટીના પ્રતાપે. અને કેડ તેડી કોણે? માટીએ. કુંભાર પણ સમજ્યો કે મારા શરણરૂપ હતું તેથી જ મને ભય ઉત્પન્ન થયો. જેનું શરણ કરીએ તે જ ચીજ ભય આપનારી થાય તે દુનિયામાં બચવાને કોઈ આધાર રહે નહિ. તમે દુનિયાદારીના ત્રેવીસ કલાક આરંભાદિકની