________________
૧૮ ]
શ્રી આરામોદ્ધારક-પ્રવચન-શ્રેણી
પછી-રંગ ન આવે તો પણ ચિતારામાં કારીગરી તે રહેલી જ છે પણ ચિતારે પોતે સાધન વગર કારીગરી કરી શકે નહિ. આત્મા પિતે એ શક્તિ થઈ કે નહિ એ શાથી તપાસે ? રંગ અને પછી દ્વારા તપાસે. એ બે ન હોય તો પિતાની શક્તિ જાણી શકે નહિં. એવી રીતે છેદવા–ભેદવાવાળાને હાથમાં તલવાર–બાણ ન આવે ત્યાં સુધી પોતાની શક્તિ કેટલી છે તે જાણી શકતું નથી. તેવી રીતે આત્મા પણ દેવ, ગુરુ અને ધર્મના સાધન સિવાય પોતાની સમ્યગ્દર્શનાદિ શક્તિઓ પ્રગટ કરતો નથી. સાધનદ્વારા કાર્ય કરે તે શક્તિ જણાય. આત્મામાં જવાની શક્તિ કેમ નહિ? જો કે આત્માની શક્તિ લેકાલોકને જોવાની છે, પણ કેટલી શક્તિ પ્રગટ કરી શકે ? જેટલું આ સાધન શક્તિવાળું મળે તેવી જ શક્તિ મળી શકે. સમ્યકત્વ એ આત્માની ચીજ. જ્ઞાન-ચારિત્ર એ આત્માની ચીજ, પણ એ શક્તિ
ક્યા દ્વારા પ્રગટ થવાની? શુદ્ધ દેવાદિકના સાધન દ્વારા સમ્યક્ત્વાદિ આત્માની શક્તિઓ પ્રગટ થવાની છે.
આત્મામાં ઉત્પન્ન થએલી સમ્યગ્દર્શનની શક્તિ શુદ્ધ દેવાદિક સાધન દ્વારા આત્માને કાર્યમાં લે ત્યારે, શુદ્ધ દેવાદિકની આરાધના લાગેલા કર્મના પશમને અંગે આત્મામાં રહેલા આચ્છાદિત ગુણ પ્રગટ કરવા માટે ધ્યાન દે, ત્યારે આત્માની સમ્યક્ત્વશક્તિ છેએમ સમજાય.
દેવાદિક સુસાધનને ઉપયોગ શામાં કરે?
એ જ દેવાદિક ત્રણેને ઉપયોગ પાંચ ઈન્દ્રિયોના વિષયે માટે, સંસારના સુખ માટે ઉપગમાં લેવામાં આવે ત્યારે માલમ પડે કે સમ્યક્ત્વ છેટું છે, જે સમયે ચિંતામણિ, કેહિનૂર મળ્યા છે તે વખતે કેડીની અને કેલસાની કલ્પના કેમ કરાય છે ? સદાનું શાશ્વતું સ્થાન મોક્ષ દઈ શકે તેવા મહાજિનેશ્વર પ્રભુ મળ્યા તેવા વખતે તેમના દ્વારા પાંચનું, છનું પિષણ કરવા માગે તે પછી આ જીવની દશા કઈ? તેવી રીતે સદગુરુ શા માટે ? શું તમને ધન, બાયડી, છોકરા માટે, મહેલ ચણવવા માટે, દુકાન ચલાવવા માટે છે? ના, તે શા માટે?