________________
પ્રવચન ૯૭ મું સંવત ૧૯૮૮ ભાદ્રપદ શુકલા ત્રદશી, સોમવાર
સાધના વગર શક્તિ પ્રગટતી નથી
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે ધર્મ એ કઈ બહારની ચીજ નથી, એ કેવળ આત્માની ચીજ છે, જો કે દેવગુરુ-ધર્મ એ બાહ્ય ચીજ છે. તેવી રીતે બીજાના પ્રાણનો બચાવ, જયણા એ પણ બાહ્ય ચીજ છે, પણ તે બાહ્ય ગણીને એની બેદરકારી કરવાની નથી. જેમ દુનિયાથી દેખનારો જીવ છે. આંખ બાહ્ય ચીજ એક ચામડાની બનાવટ છે. આંખ પોતે જેનારી નથી. જે તે જેનારી ચીજ હતું તે મડદા પણ જોઈ શકતે. મડદાંને આંખ ચાલી જતી નથી. કેટલીક વખત છેલ્લી અવસ્થામાં આંખ એમ ને એમ હોય છતાં દેખવું બંધ થઈ જાય છે, જીવના જવામાત્રથી દેવતા ઊડી ગયા છે એવું આપણે કહીએ છીએ. આંખ એ જ જે દેખનાર હોય તે મડદા પણ દેખી શકે. અરે! જીવ રહ્યો છે તે તે જરૂર દેખે ને ? નહિ. ખરેખર દેખનારો જીવ છે અને આંખનું ખોખું તે સાધન છે. એને બાહ્ય, જડ, સાધન ગણીને ખસેડી નાખવામાં આવે તે જીવ જુએ કેટલું વિધનારે, કાપનારો, છેદનાર મનુષ્ય સોય, છરી કે તલવાર ન હોય તે શું કરવાને? શક્તિ પોતાની છે તે આ તલવાર આદિને શું કરવા છે? તલવારાદિને નકામા ગણી ફેંકી દે તે કેટલું કાપે અને વીંધે ? તે શક્તિનો ઉપયોગ આ સાધન દ્વારા જ હોય છે. શક્તિ સાધન છે તે દ્વારા જ જાણવાની છે. તેવી રીતે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર આત્માની ચીજ છે. પણ તે કેવી જાણવી ? ચિતારાના હાથમાં