________________
પ્રવચન ૯૬ મું.
[ ૧૫
હોવાથી તારે હાથ નહિં ઝાલું એટલે દીક્ષા નહિ આપું એમ ન કહ્યું. ધર્મને નવપલ્લવ કરવા મૃગાવતીની હેતલ (મુદત)ને બરબાદ કરવા મહાવીર પધાર્યા છે. આવી લડાઈ અને આ ચાલબાજીને વખત હતો પણ ભગવાનનું સમવસરણ થયું. ત્યાં બધા એક સરખા દેશના સાંભળવા ગયા અને વિરેાધ-વિશ્વાસઘાત બધું હતું છતાં પણ ભગવાનના વચન સાંભળતી વખતે કોઈને ઘેરે વેર-વિરોધ કંઈ પણ નડ્યો નહિં. બધા એકસરખા જઈ શક્યા. આ ચંડપ્રદ્યોતનની પ્રક્રિયા દેખો અને સડેલાને સમુદાય એટલે સમય-ધમને શંખ ફૂંકનારા તે યુવકસંઘની સ્થિતિ દેખો. ત્યાં બધા લોકે દેશના સાંભળવા ગયા અને મૃગાવતીએ ત્યાં કહી દીધું કે ભગવાન મને દીક્ષા ઘો, હવે ચંડઅદ્યતનનું ચક્કર ચૂરા થઈ જાય છે. હૃદયમાં અનેક વિચારમાળા આવે છે. કૌસંબીને કિલો થઈ ગયે, ભંડાર–કોષ અને કોઠાર પણ ભરાવી દીધા. મૃગાવતીને અંગે કેટલી જહેમત ઉઠાવી? ખરેખરી મૂર્ખતા ગણાય છતાં પ્રભુ પાસે બધી કબૂલાત ઠંડે કલેજે કબૂલ કરી ખરેખર ચંડપ્રદ્યોતને ડુંગર ખોદીને ઊંદર કાઢવા જેવું કર્યું. '
મૃગાવતીને મહાપરાધ જ કેમ કર્યો? આ બનાવે ખરેખર મને નુકશાન કરનાર થાય છે પણ મૃગાવતીને મહાવ્રત લેતા હું અટકાવી શકું નહિ. ઉપાધ્યાયજી સમ્યક્ત્વનાં લક્ષણમાં શું કહે છે? “અપરાધીશું પણ નવી ચિત્ત થકી, ચિંતવીએ પ્રતિકૂળ સુગુણ નર” શું અહીં મૃગાવતીના અપરાધને પાર છે ? આથી બીજે અપરાધ ક્યો ગણવે ? એમ નથી કહી શકાતું કે મૃગાવતી તું શું બોલી? આવી ચડીયાતી ચંડાળદશામાં ચડી ગએલ ચડપ્રોત ધર્મની વખતે પ્રતિકૂળતા વિચારી કે અમલમાં મૂકી શકતો નથી. તે સમકિતી સમકિત વખતે છૂટ રાખે તે દ્રવ્યહિંસાની, પણ પ્રતિકૂળ વિચાર કોઈ પ્રત્યે ન રાખું તે ભાવના હિસાબે. દેવાદિકની સેવામાં પ્રતિકૂળતા ચિંતવવાવાળો હું બનું નહીં. આ ઉપરથી માત્ર વસછવની હિંસાનું એક બજાર બંધ કર્યું છે. ફક્ત બારમાંથી એક બજારના દરવાજા બંધ કર્યા છે. છતાં પણ બારીઓ તે ખુલ્લી મૂકી